દાહોદ૨ શહેરની મહિલાને ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લાવી રાત્રીના સમયે પોલીસ કર્મીએ મહિલા સાથે બળજબરી કરતા મહિલાએ ગોધરા શહેર પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ શહેરની મહિલાએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફ્રિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓને કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. જે દરમિયાન તેઓને વિકનેસ આવતા દવાખાને લઈ જવા માટે નીલમબેનને ફેનથી જણાવ્યુ હતું. જેથી સાથીદાર નીલમબેન દ્વારા પતિ રાજેશભાઈ ડાંગી જે ગોધરા પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ હોઈ તેઓને બોલાવી કારમાં મહિલાને બેસાડી ગોધરા સારા ડોકટર હોવાનું જણાવી ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ આવ્યા હતા.
દરમિયાન રાત્રીના સમયે એકલતાનો લાભ લઇ રાજેશે મહિલા સાથે જબરજસ્તી કરતાં નીલમબેનને બોલાવ્યા હતા. પણ નિલમબેને પતિનો સાથ આપતા જણાવતા હતા કે તું શાંત રહે અને મારા પતિને વશ થઈ જા. આપણે બંને બહેનોની જેમ રહીશું. જેથી મહિલા આ બધું સાંભળી હેબતાઈ ગયા હતા.
આરોપી રાજેશે મહિલાને ધમકાવતા તારે ૧૦૮ કે જેને પણ ફેન કરી બોલાવવા હોઈ તેને બોલાવજે, મારા પર તો ઘણા કેસ છે. મારે મોટા અધિકારીઓ સાથે ઓળખાણ છે.મારુ કાઈ જ બગડવાનું નથી. તેમ જણાવતા હતા. જેથી મહિલા દ્વારા આ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે પતિ પત્ની વિરુદ્ધ પોલીસ ફ્રિયાદ આપી છે.