PM મોદીની કેદારનાથ યાત્રાને ભક્તિમય બનાવશે BJP

GUJARAT

5 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાને ભક્તિમય બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશવ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જેમાં ચાર ધામ, 12 જ્યોતિર્લિંગ અને દેશના મુખ્ય મંદિરોમાં સાધુઓને આમંત્રણ આપવાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન 5 નવેમ્બરે કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને ત્યાર બાદ તેઓ આદિ શંકરાચાર્યની સમાધિનું ઉદ્ઘાટન કરશે. તેઓ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.

દેશવ્યાપી કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાનની આ મુલાકાતને ઐતિહાસિક ગણાવતાં ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને પક્ષ દેશવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે. આ માટે પાર્ટીએ દેશભરમાં ચાર ધામ, 12 જ્યોતિર્લિંગ અને 87 અગ્રણી મંદિરમાં સાધુઓ અને ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ 87 મંદિરો તે છે જ્યાં શંકરાચાર્યે તેમની યાત્રા દરમિયાન ગયા હતા.

વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ

સૂત્રોએ જણાવ્યું કે આ તમામ સ્થળોએ મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે જેથી કરીને લોકો વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા ભીષણ પૂરમાં શંકરાચાર્યની સમાધિને નુકસાન થયું હતું. આ સમાધીને ફરીથી બનાવવામાં આવી છે. સમગ્ર પુનર્નિર્માણ કાર્ય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જેમણે પ્રોજેક્ટની પ્રગતિની સતત સમીક્ષા અને દેખરેખ રાખી.

એક જાહેર સભાને પણ સંબોધિત કરશે

વડાપ્રધાનનો આ કાર્યક્રમ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ અવસર પર, વડા પ્રધાન ઘણી મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

Leave a Reply

Your email address will not be published.