PM મોદીએ આજે સવારે 9 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું અને સાથે જ તેમાં 3 કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી. સરકાર દ્વારા બનાવવામાં આવેલા 3 કૃષિ કાયદાને લઈને લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. એવામાં PM મોદીએ સ્પષ્ટ કર્યું કે આ 3 કાયદાને તેઓ પરત લઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે અમે ખેડૂતોને સમજાવી શક્યા નથી આ કારણે અમે કાયદો પરત લઈએ છીએ.
PM મોદીએ કહી આ મોટી વાત
PM મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના ક્લ્યાણ માટે, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે, દેશના કૃષિ જગતના હિતમાં, દેશના હિતમાં, ગામના ગરીબના ઉજ્જવળ ભવિષ્યને માટે, સત્યનિષ્ઠાથી, ખેડૂતો માટેના સમર્પણ ભાવથી આ કાયદો લઈને આવી છે.
અમારા પ્રયાસથી કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છેઃ PM મોદી
PM મોદીએ ભાષણમાં કહ્યું છે કે કેવી રીતે સરકારના પ્રયાસોથી ઉત્પાદનમાં વધારો થયો છે. પીએમ મોદીએ કહ્યું કે અમે અમારા ગ્રામીણ બજારોને મજબૂત કર્યા છે. નાના ખેડૂતોની મદદ માટે અનેક યોજનાઓ લાવી છે. ખેડૂતો માટે બજેટમાં પણ પાંચ ગણો વધારો કરાયો છે. અમે સૂક્ષ્મ સિંચાઈને માટે પણ ધનને બમણું કર્યું છે. હજારો ખેડૂતો, તેમાંથી સૌથી વધારે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી યૂપીના છે. 28 નવેમ્બર 2020થી દિલ્હીમાં અનેક જગ્યાઓએ ખેડૂતોએ અડ્ડા જમાવ્યા છે. 3 કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે પરત કરવા અને પોતાના પાકને માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાયદા ગેરેંટીની માંગ કરી રહ્યા છે. એવામાં અમે તેમને સમજાવવામાં અસમર્થ રહ્યા છીએ.
PM મોદીએ કોરોના કાળ દરમિયાન 9 વખત દેશને સંબોધન કર્યું હતું
PM મોદીએ કોરોના કાળ દરમિયાન નવ વખત દેશને સંબોધન કર્યું હતુ. તેમણે પહેલું સંબોધન 19 માર્ચ 2020ના રોજ કર્યુ હતું જેમાં તેમણે જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. આ પછી, બીજું સંબોધન 24 માર્ચ 2020 ના રોજ કરવામાં આવ્યું જેમાં તેમણે લોકડાઉનની જાહેરાત કરી. ત્રીજું સંબોધન 3 એપ્રિલ 2020 ના રોજ કરવામાંઆવ્યું હતું જેમાં તેમણે 9 મિનિટ માટે લાઇટ બંધ કરવાની અપીલ કરી હતી.