પ્લેનમાં કપલે એ હદની અશ્લીલ હરકત કરી કે એર હોસ્ટેસને ચાદર નાંખી તેમને સંતાડવા પડ્યા

WORLD

ઘણી વખત કેટલાક એવા કપલ હોય છે, જેમને પબ્લિક પ્લેસમાં હાજર લોકોથી પણ કોઇ ફરક પડતો નથી અને તેઓ જાહેરમાં અશ્લીલ હરકત કરવાથી પણ ખચકાતા નથી. કંઇક આવું જ પાકિસ્તાનમાં જોવા મળ્યુ. જ્યારે એક કપલ ફ્લાઇટમાં હાજર સેંકડો લોકો સામે કીસ કરવાનું શરૂ કરી દીધુ. આ હરકતને જોતા પ્લેનમાં રહેલા લોકોએ પ્લેનના કેબિન ક્રૂ પાસે તેમની ફરિયાદ કરી.

સમાચાર પત્રોમાં છપાયેલી ખબરો અનુસાર, પાકિસ્તાનમાં એક કપલ કથિત રીતે ઘરેલુ એરબ્લૂ ફ્લાઇટમાં એક-બીજાને કીસ કરતા ઝડપાયા હતા. આ ઘટના કરાચીથી ઇસ્લામાબાદ જતી PA-200 ફ્લાઇટમાં 20 મેના રોજ બની હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, આ કપલ શરૂઆતની ચોથા નંબરની સીટ પર બેઠુ હતુ અને તેઓએ એક-બીજાને કીસ કરવાનું શરૂ કરી દીધુ હતું.

કપલની આશ્લીલ હરકત પર પેસેન્જરોએ કેબિન ક્રૂમાં હાજર એર હોસ્ટેસને આ વિશે ફરિયાદ કરી અને તેઓને જાહેરમાં કીસ કરવાનું ના કહ્યું. તે છતા આ કપલે પ્લેનના કેબિન ક્રૂની કોઇ વાત સાંભળી નહી અને ફરીથી આવી હરકત કરી.

તેના પછી એરહોસ્ટેસે પણ તેમની જાહેરમાં અશ્લીલ હરકતો પર કાબૂ કરવા માટે તેમને એક બ્લેન્કેટથી ઢાંકી દીધા. જેથી આસપાસ રહેલા લોકો આથી પ્રભાવિત ન થાય. યાત્રિઓનો દાવો છે કે અશ્લીલ હરકતો પર જ્યારે ત્યાં હાજર લોકોએ સવાલ ઉઠાવ્યો તો તેઓ પલટવાર જવાબ આપવા લાગ્યા હતા.

ફ્લાઇટમાં સવાર એડવોકેટ બિલાલ ફારૂક અલ્વીએ નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ (સીએએ)ને આ મામલા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે કપલને રોકવા માટે એરલાઇન્સ સ્ટાફ દ્વારા કોઇ કાર્યવાહી ન કરવા પર પણ ફરિયાદ કરી છે.

પાકિસ્તાનનો નાગરિક ઉડ્ડયન વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યું છે. અલ્વીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જારી કરી દાવો કર્યો છે કે, વિમાનમાં સવાર પરિવારોની હાજરીમાં કપલની હરકતો વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.