પિરિયડ પછીના કેટલા દિવસ મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરવા માટે અનસેફ છે? હમણાં અમે બીજા જ દિવસે કરવા લાગ્યા તો શું એને….

GUJARAT

પ્રશ્ન : મને પગમાં વારંવાર ખાલી ચડી જાય છે. આ સમસ્યાનું શું કારણ હશે? આ સમસ્યાને કઇ રીતે દૂર કરી શકાય? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : સામાન્ય રીતે એક જ પ્રકારની સ્થિતિમાં જો લાંબા સમય સુધી બેસી રહેવામાં આવે તો ખાલી ચઢી જાય છે, કારણે કે આ સ્થિતિમાં બેસી રહેવાથી હાથ-પગની નસો દબાઇ જતી હોય છે અને તે ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી માટે ખાલી ચઢી જતી હોય છે.

જો શરીરમાં જરૂરી પોષક તત્ત્વો ન હોય તો પણ આ સમસ્યા ઉભી થતી હોય છે.

જો હાથ કે પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો હળદર નાખેલું દૂધ પીવું જોઇએ કેમકે આવું દૂધ પીવાથી શરીરમાં લોહીનંુ પરિભ્રમણ સારી રીતે થાય છે. શરીરના જે ભાગમાં ખાલી ચઢી જતી હોય તે ભાગ પર ગરમ પાણીનો શેક કરવાથી રાહત મળે છે.

જો વારંવાર ખાલી ચઢવાની સમસ્યાથી હેરાન છો તો દરરોજ એક્સરસાઇઝ કરો કારણ કે એક્સરસાઇઝ કરવાથી શરીરની નસોને ભરપૂર માત્રામાં ઓક્સિજન મળે છે. જો હાથ-પગમાં વારંવાર ખાલી ચઢી જતી હોય તો મેગ્નેશિયમવાળો આહાર લેવો જોઇએ.

સવાલ : પિરિયડ પછીના કેટલા દિવસ મારી ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરવા માટે અનસેફ છે? પ્રેગ્નન્સીને એવોઈડ કરવા માટે સામાન્ય રીતે અમે તેના પિરિયડ દરમિયાન જ સેક્સ કરીએ છીએ. જોકે, રિસન્ટલી અમે એટલા ઉત્તેજિત થઈ ગયા હતા કે તેના પિરિયડ્સ પૂરા થવાના બે દિવસ પછી સેક્સ કર્યું હતું. હું નર્વસ છું. મારે શું કરવું જોઈએ?

ઉકેલ : પિરિયડ પછીનું એક અઠવાડિયું એવો સમય છે કે જ્યારે ઓવ્યુલેશન થાય છે. એટલે જો તમે એ પિરિયડમાં અનસેફ સેક્સ કર્યું હોય તો એના લીધે પ્રેગ્નન્સી થઈ શકે છે. કોન્ડોમનો ઉપયોગ કરો અને ચિંતામુક્ત રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *