શિવજીનો પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવજીને પ્રિય એવા રૂદ્રાક્ષને ધારણ કરવાનો આ ઉત્તમ અવસર છે. જો કે શિવજીને પ્રિય રૂદ્રાક્ષ પહેવવાના કેટલાક ખાસ નિયમો છે. તો આજે જાણીએ કોણ ધારણ કરી શકે આ રૂદ્રાક્ષ ક્યા દોષનો નાશ કરે છે.
કોણ ધારણ કરી શકે રૂદ્રાક્ષ
બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને સંન્યાસી સૌ કોઈ નિયમપૂર્વક રૂદ્રાક્ષ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ પહેરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તમામ આશ્રમ, વર્ણ, સ્ત્રીઓ અને પુરુષો રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ ખાન-પાનમાં તામસિ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.
કેવો રૂદ્રાક્ષ આપે ફળ?
રૂદ્રાક્ષ નાનો હોય કે મોટો તે સમાન ફળ આપે છે. પરંતુ તેને ધારણ કરતાં પહેલા તેને સિદ્ધ અવશ્ય કરાવી લેવો. તેના માટે ઓમ નમ: શિવાય મંત્રના નિયત સંખ્યામાં જાપ કરવા અને ત્યાર બાદ હાથ અથવા ગળામાં તેને ધારણ કરવો. જો તે તુટેલો હોય કે પછી અડધા ભાગને જીવજંતુઓએ દૂષિત કરી દીધો હોય કે અન્ય કોઈ ખામી હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
ક્યા ક્યા દોષનો થાય નાશ?
રુદ્રાક્ષ પહેરાવાથી કેટલાંક દોષોનો નાશ થઈ જાય છે. રુદ્રાક્ષ શરીરમાં લોહીના ભ્રમણને કાબુમાં રાખે છે. રુદ્રાક્ષ પહેરવાથી મનને શાંત રાખવામાં મદદ મળે છે. સામાન્ય રીતે 5મુખી રુદ્રાક્ષ કોઈ પણ ધારણ કરી શકે છે. જ્યારે એક મુખી રુદ્રાક્ષ દુર્લભ છે. તે સિદ્ધ કરીને પહેરવાથી સર્વ પ્રકારે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.