પત્નીએ બહેનને નિઃવસ્ત્ર કરી અંહે કહ્યું તારે આજે જીજાજીને ખુશ કરવાના છે..

about

પ્રશ્ન : મારી 15 વર્ષની દીકરીને ટૂંકા વસ્ત્રો પહેરવા બહુ ગમે છે. હું તેને જાહેરમાં વ્યવસ્થિત કપડાં પહેરવાની સલાહ આપું છું કારણ કે મને લાગે છે કે તે હજી પોતાની જાતની સંભાળ રાખવા માટે બહુ નાની છે. હું તેને ના પાડું છું એ તેને બિલકુલ નથી ગમતું અને તે સામે દલીલબાજી કરે છે. મારે તેને કઇ રીતે સમજાવવી? એક મહિલા (રાજકોટ)

ઉત્તર : ટીનેજર દીકરીની મમ્મી તરીકે તમારી મૂંઝવણ વાજબી છે, પણ એને ડીલ કરવાનો તમારો અપ્રોચ થોડોક નકારાત્મક છે. તમે દીકરી સાથે જે કંઈ પણ કરો છો એ બધું જ એ ડરીને માની તો લે છે પણ લાંબા ગાળે એનાથી નુકસાન થાય છે. એટલું ચોક્કસ યાદ રાખજો કે ડર ભરાવીને તમે દીકરીને સમજદાર નહીં બનાવી શકો. ટીનેજનો સમય એવો છે

જેમાં તેને દેખાદેખી બહુ આકર્ષે છે. ડરપોક અને આત્મવિશ્વાસનો અભાવ તેને બીજા લોકોનું આંધળું અનુકરણ કરવા પ્રેરે છે. અંદરથી ડરપોક સ્વભાવની વ્યક્તિ તમારાથી છુપાઈને એ બધું જ કરશે જે તમે કરવાની ના પાડી છે. એ અનકેલ્ક્યુલેટેડ રિસ્ક છે અને એમાં ખોટું થવાના ચાન્સિસ ઔર વધી જાય છે. એના બદલે તમારે તેને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવાની કોશિશ કરવી જોઈએ.

પ્રશ્ન : હું 28 વર્ષની યુવતી છુું. હું ગુજરાતના એક નાનકડા ગામમાંથી આવી છું અને હાલમાં અમદાવાદમાં જોબ કરી રહી છું. હું છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરું છું. આ સમયગાળા દરમિયાન મને બે નિષ્ફળ પ્રેમપ્રકરણનો અનુભવ થયો છે. હું આ બંને પ્રકરણો માટે બહુ ગંભીર હતી અને પરણીને ઠરીઠામ થવા ઇચ્છતી હતી પણ એ શક્ય ન બન્યું કારણ કે મારા બંને પ્રેમીઓએ મને દગો આપ્યો અને બીજી કોઇ યુવતી સાથે લગ્ન કરી લીધાં.

હવે મારા પરિવારજનો પરણી જવાનો બહુ આગ્રહ કરે છે પણ હવે મને પરણવામાં રસ જ નથી રહ્યો અને આ મુદ્દે વારંવાર પરિવાર સાથે લડાઇ થાય છે. મારો જીવનમાંથી રસ ઊડી ગયો છે અને છ મહિનામાં મારું વજન વધી ગયું છે. મને લાગે છે કે જાણે મારા જીવન પર પૂર્ણવિરામ લાગી ગયું છે. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : તમે એવા ચક્રવ્યુહમાં ફસાયાં છો કે જો તમે સભાનતાથી બહાર નીકળવાનો પ્રયત્ન નહીં કરો તો એમાં ખોવાઇ જ જશો. સ્વાભાવિક છે કે પ્રેમમાં દગો મળે ત્યારે આખું અસ્તિત્વ હચમચી જાય છે અને મન નકારાત્મક લાગણીઓથી ઘેરાઇ જાય છે. જોકે આમાંથી સમયસર બહાર નીકળી જવામાં જ સમજદારી છે. હકીકતમાં તમારા જીવનની નકારાત્મક લાગણીઓની નેગેટિવ અસર તમારા સમગ્ર જીવન અને અસ્તિત્વ પર પડી રહી છે.

આ સંજોગોમાં જીવનમાં જ્યારે બધું જ અવળું પડતું હોય એવું લાગતું હોય ત્યારે નસીબને દોષ આપ્યા કરવા કરતાં જીવવાના અભિગમમાં જ ફેરફાર કરવો જરૂરી છે. તમારા જીવનમાં જેવી બ્રેકઅપની ઘટનાઓ બની છે એવી ઘટનાઓ માત્ર તમારા જીવનમાં જ નહીં,

ઘણા લોકોના જીવનમાં બનતી હોય છે. જો તમારે હકારાત્મક લાગણીનો અનુભવ કરવો હોય તો જીવનમાં ખુશ અને સક્રિય રહો. એકલા બેઠાં-બેઠાં હતાશ થવાને બદલે ઓફિસમાં અને ઘરમાં લોકોની સાથે હળીમળીને રહો. ઓફિસ અને ઘરના કામમાં એટલા વ્યસ્ત રહો જેથી નવરા બેસવાનો સમય જ ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *