પત્નીએ પતિનો ફોન ચેક કર્યો તો આંખો ફાટીને પહોળી થઈ ગઈ, મોટો ભેદ ખૂલ્યો

GUJARAT

નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણિતાએ પતિ સહિત સસારીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પરિણિતાએ કરેલી પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, એક દિવસ તેણે તેના પતિનો મોબાઈલ ફોન તપાસ્યો હતો. મોબાઈલ જોતા તેમાં પતિની ગંદી કરતૂતો સામે આવી હતી. કેટલીક મહિલાઓ સાથે તેના આડા સંબંધ હોવાનું રહસ્ય ખૂલ્યું હતું. જ્યારે પરિણિતાએ આ મામલે પતિ સાથે વાત કરી તો તેણે ત્રાસ આપવાનું (Husband harass wife) શરુ કર્યું હતું. પરિણિતાનો એવો પણ આક્ષેપ છે કે, લગ્ન માટે તેના પિતાને 20 લાખ રુપિયાની લોન આપી હતી. આ રુપિયા લઈ આવવા માટે તેને ત્રાસ આપતા હતા. સાથે જ પરિણિતાના જે જમીન લીધી હતી એના પર પતિએ ફાર્મહાઉસ બનાવ્યું હતું અને તેમાં તે પશુપાલનનો વ્યવસાય કરતો હતો. આ હિસાબ અંગે પણ તે પરિણિતાને કોઈ જાણ કરતો નહોતો. આખરે આવા ત્રાસથી (Ahmedabad News) કંટાળીને પરિણિતાએ પોલીનો સહારો લીધો હતો.

પિતા પાસેથી લોનના રુપિયા લઈ આવ
પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર પાસે આવેલા નાના ચીલોડા ખાતે રહેતી 26 વર્ષીય રીના (નામ બદલ્યું છે)એ 2016માં વડોદરા ખાતે રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. તેનો પતિ પશુપાલનનો વ્યવસાય કરતો હતો. લગ્નના દોઢ મહિના પછી તેના પતિ અને સસરાએ એવું જણાવ્યું કે, લગ્ન માટે તારા પિતાને 20 લાખ રુપિયાની લોન લઈ આપી હતી. આ રુપિયા તું તારા પિતા પાસેથી લઈ આવ. આ મામલે પતિ અને સસરા તેને ત્રાસ આપતા હતા અને માર પણ મારતા હોવાનો આક્ષેપ કર્યો છે.

મોબાઈલથી પતિનો કાંડ સામે આવ્યો
2021માં કંઈક એવું બન્યું કે, પરિણિતાની આંખો ફાટીને પહોળી થઈ ગઈ. પરિણિતાએ તેના પતિનો મોબાઈલ ચેક કર્યો તો તેમાંથી અનેક રહસ્યો બહાર આવ્યા હતા. પરિણિતાના પતિના અલગ અલગ કેટલીક મહિલાઓ સાથે આડા સંબંધ હોવાના પુરાવા તેને મળ્યા હતા. પરિણિતાએ આ વાતની જાણ પોતાના પતિને કરી તો તેણે માર માર્યો હતો અને ધમકી આપી હતી. પરિણિતાના સાસુ, સસરા, પતિ અને નણંદ સહિતના લોકોના ત્રાસથી તે કંટાળી ગઈ હતી. જે બાદ પરિણિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પતિ રોજ રાત્રે મોડો ઘરે આવતો
2017માં રીનાના પિતાએ પોતાની કંપની વેચી મારી હતી અને જે રુપિયા આવ્યા એમાંથી પંચમહાલમાં જમીન ખરીદી હતી. આ જમીન પર રીનાના પતિએ ફાર્મહાઉસ બનાવ્યું હતું અને પશુપાલનનો વ્યવસાય શરુ કર્યો હતો. પશુપાલનના વ્યવસાયનું કહી પતિ રોજ ઘરેથી નીકળતો અને રાત્રે મોડો ઘરે આવતો હતો. જ્યારે રીના પોતાના પતિને મોડા આવવાનું કારણ પૂછતી તો તે પશુપાલનના કામમાં રોકાયો હોવાનું જણાવતો હતો. સાથે જ પતિ તેને અપશબ્દો કહીને ત્રાસ આપતો હતો. આખરે ત્રાસથી કંટાળીને પરિણિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જે મામલે પોલીસે પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *