પત્ની સાથે સંબંધ બાંધવાની જીદ કરતાં હલકટ મિત્રની હત્યા

GUJARAT

શહેરના છેવાડે વાલક પાટિયા પાસે શેરડીના ખેતરમાંથી શ્રામજીવી યુવકની ગળું દબાવી તથા માથે પથ્થર મારી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ચકચારી ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે હત્યા કરનાર નાના વરાછાના પવન સુરેશ સોલંકીની ધરપકડ કરી હતી. મૃતક સુમિત પરમાર આરોપીનો મિત્ર હતો અને તેની પત્ની સાથે સંબંધ બાંધવા દેવા માટે દબાણ કરતો હોઇ પતાવી દીધો હતો.

ગત 24મી માર્ચની ગુરૂવારે સાંજે 7 વાગ્યે વાલક પાટિયા પાસે નિર્માણાધીન મેટ્રો ટ્રેનના રેલવે ટ્રેકને અડીને આવેલા શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકની સળગી ગયેલી લાશ મળી આવી હતી.

યુવકની લાશ 80 ટકા બળી ગઇ હતી. રેલવે ટ્રેકના પાળા પર લોહીના ડાઘા પડેલા હોય શ્રામજીવીને માર મારી લાશ સળગાવી દેવાઇ હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર લલિત વાગડિયા અને સબ ઇન્સ્પેક્ટર કે.એ.સાવલિયાની ટીમે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી નાના વરાછા શક્તિ વિજય સોસાયટીમાં રહેતા અને જૂના કપડાની લે-વેચ કરતા પવન સુરેશ સોલંકીની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં જ મૃતકનું નામ સુમિત સુરેશ પરમાર (રહે, સીમાડાનાકા પુલ નીચે) ખૂલ્યું હતું.

બંને એકબીજાના મિત્ર હતા, પરંતુ એક મહિના પહેલાં આરોપી પવનના ઘરે પહોંચી ગયો હતો અને તેની પત્નીની છેડતી કરી અઘટિત માંગણી કરી હતી. જેને લઇને બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. હત્યાના દિવસે બંને મૃતકને બાઇક ઉપર બેસાડી વાલક પાટિયા પાસે નાસ્તો કરવા આવ્યો હતો.

અહીં પવનને તેની પત્ની સાથે સંબંધ બાંધવા દેવાની નિર્લજ્જ બની માંગણી કરતાં પવને ત્યાં જ સુમિતનું ગળું દબાવી અર્ધબેભાન કરી માથામાં ઉપરાઉપરી ત્રણ વખત પથ્થરના ઘા મારી રહેંસી નાંખ્યો હતો અને ડેડબોડીને ઝાડીમાં ફેંકી દીધી હતી.

બીજા દિવસે મળસકે પેટ્રોલ છાંટી સળગાવી આવ્યો

ઘરે આવી ગયા બાદ પણ તેને ચેન પડયું ન હતું. પાછળથી ભાંડો ફૂટી જશે તેવા ડર વચ્ચે મળસકે ચાર વાગ્યે બાટલીમાં પેટ્રોલ લઇ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ડેડબોડીને સળવાગી દીધી હતી. હત્યામાં પોતાને પોલીસ નહિ પકડે તો વલભીપુરની માતાના દર્શનની બાધા રાખી હતી. દિવસો સુધી પોલીસ પહેરું નહિ મેળવી શકતાં બાધા પૂરી કરવા વલભીપુર પહોંચી ગયો હતો અને પરત આવ્યો તે સાથે જ પોલીસે દબોચી લીધો હતો.

આરોપીના સેન્ડલને આધારે પોલીસે પગેરું મેળવ્યું

મૃતક પાસેથી પોલીસને એક મોબાઇલ ફોન મળ્યો હતો. જોકે તે આગલી રાત્રે જ હીરાબાગ ઓવરબ્રિજ નીચે સૂતેલા શ્રામજીવીનો ચોરી થયાનું બહાર આવ્યું હતું. અહીંના સીસીટીવી ચેક કરતા જે શખ્સ મોબાઇલ ફોન લઇને જતો દેખાયો હતો તે શખ્સ અને મૃતકે પહેરેલા સેન્ડલ એક જ હોઇ પોલીસે પહેલાં મૃતકની ઓળખ મેળવી હતી. બીજી તરફ વાલક પાટીયાથી વરાછા સુધીના ડેડબોડી મળી તે પહેલાંના દિવસના સીસીટીવી ચેક કરાતા આ સેન્ડલ પહેરેલ વ્યક્તિ એક બાઇક પાછળ બેસેલો દેખાતા પોલીસ બાઇક નંબર ટ્રેસ કરતી આરોપી સુધી પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published.