પાટલો, સાવરણી કે સૂંપડું ન રાખવા ઊભા, જાણી લો વાસ્તુના માલામાલ કરતાં નિયમો

GUJARAT

વાસ્તુશાસ્ત્રના અનેક નિયમોમાંથી કયા નિયમનું અનુકરણ કરવું અને કયા નિયમનું નહીં તેમાં મોટાભાગના લોકોને મુંજવણ થતી હોય છે. જો કે વૈદિક વિચારધારા મુજબ વાસ્‍તુશાસ્ત્રનું અનુકરણ કરવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે. જેના માટે જરૂરી છે માત્ર દિશાઓ અંગે યોગ્ય જાણકારી હોવાની. જે જાણકારી તમે હોકાયંત્રથી મેળવી શકો છો. તો જાણી લો કે કયા છે આ સરળ ઉપાયો.

વાસ્‍તુશાસ્‍ત્રના સરળ ઉપાયો
1. સૂતી વખતે માથું દક્ષિ‍ણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી.
2. ઘરની લક્ષ્મી એટલે કે ગૃહિણીએ ઘરનો ઊંબરો અવશ્ય પૂજવો.
3. ઘરમાંથી આવતી વખતે કે જતી વખતે ઊંબર પર પગ ન મૂકવો.

4. ઘરમાં મંદિર ઇશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખવું અને પૂજા કરતી વખતે મુખ પૂર્વ દિશામાં રાખી બેસવું.
5. પૂજામાં બે શિવલિંગ કે ત્રણ ગણપતિ ન રાખવા.
6. જે કબાટમાં પૈસા રાખતાં હોય તેને કબાટ પશ્ચિમ તરફની દીવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે રાખવો.

7.મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખવી.
8. ઘરનો મુખ્ય દરવાજો દક્ષિ‍ણ દિશા તરફ હોય તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવા.
9. ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સૂંપડું ઊભા રાખવા નહિં. આમ થવાથી ઘરમાં કંકાશ થાય છે અને ગરીબી આવે છે.
10. દાદરા નીચે બેસીને ન કરવી પૂજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *