પતિને પોતાની જ ભાભી સાથે હતું ઇલું-ઇલું, પત્નીને પણ એવું કરવા માટે મજબુર કરી કે આખરે…

GUJARAT

સુરત શહેરના રાંદેર ઉગત રોડ વિસ્તારમાં માંતાએ પોતાની પુત્રીનું ગળુ દબાવીને હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઇડ નોટમાં પતિના અફેરના કારણે માનસિક ત્રાસ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે. મૃતક મહિલાના પિતા અરવિંદભાઇ પરમારે જણાવ્યું કે, મારી દીકરી પિંકી અને રિશુ સવારે ઉઠ્યા નહોતા. જેના કાણે માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતા બંન્ને મૃત હાલતમાં હતા. તત્કાલ 108ને જાણ કરી હતી. જો કે 108 દ્વારા બંન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પિતાએ જણાવ્યું કે, અમારા જમાઇના શારીરિક અને માનસિક ત્રાસથી દિકરીએ આ પગલું ભર્યું હોઇ શકે છે. છેલ્લા સાડા ત્ણ વર્ષથી તેઓ અલગ રહેતા હતા. જમાઇનું પોતાની જ ભાભી સાથે અફેર હતું.

જેના કારણે તે અમારી દિકરીને વારંવાર પરેશાન કરતો રહેતો હતો. દિકરી લગ્ન બાદથી જ ખુબ પરેશાન હતી. શારીરિક માનસિક ત્રાસથી તે કંટાળી ચુકી હતી. આખરે કંટાળીને તેણે આ આત્યાંતિક પગલું ભર્યું હોઇ શકે છે. માટે આ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનારા જમાઇ સામે કાર્યવાહી થવી જોઇએ.

સાડા ત્રણ વર્ષથી દીકરી પિયરમાં જ રહેતી હતી. લગ્નના પહેલાથી જ સાસુ અને જમાઇ પ્રેગ્નેન્સીને કારણે માનસિક પરેશાની કરતા હતા. શ્રીમંત એક દિવસ પહેલા દીકરી પિયર આવી હતી. શ્રીમંત વગર જ દીકરીએ દિકરાને જન્મ આપ્યો હતો. ખુબ જ દુખ સહન કરીને પણ તે જમાઇ સાથે રહેતી હતી. જો કે જ્યારે જમાઇને પોતાની જ ભાભી સાથે અફેર હોવાનું જાણવા મળ્યું ત્યારે અમારી દિકરી ભાંગી પડી હતી. જેથી તે પિયર આવી ગઇ હતી. માનસિક રીતે તે ખુબ જ ભાંગી પડી હતી.

ગર્ભાવસ્થા દરમિયાન સાતમાં મહિને દીકરીના ગર્ભમાં રહેલા બાળકને કમળો થઇ ગયો હતો. તેઓ અનેક હોસ્પિટલોએ દોડી દોડીને દિકરીની સારવાર કરાવી હતી. જો કે સાસરીયાઓ એકપણ વાર આવ્યા નહોતા. જમાઇ પણ એકવાર આવ્યા નહોતા. અમારી માંગ છે કે, મારી દીકરીના હત્યારાઓને કડકમાં કડક સજા થાય.

Leave a Reply

Your email address will not be published.