પતિ-પુત્રની હત્યાની ધમકી આપીને યુવકે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ

GUJARAT

માધુપુરાના વિર્ધમી યુવકે નિકોલમાં રહેતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવકે પરિણીતાના પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકીઓ આપીને નગ્ન વિડીયો ઉતારીને દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં વિર્ધમી યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડી મેડીકલ ચેકઅપની કાર્યવાહી હાથધરી છે.

નિકોલ વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતા તેના પતિ અને પુત્ર સાથે રહે છે. દોઢ વર્ષ પહેલા પરિણીતાને માધુપુરા ખાતે રહેતા હુસેન નાથુ રંગરેજ સાથે સંપર્ક થયો હતો. બાદમાં બન્ને એક બીજા સાથે ફોન તેમજ મેસેજથી વાતચીત કરતા હતા.

આ દરમ્યાન હુસેન નાથુએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં બન્ને એકબીજા સાથે મળતા હતા. એક દિવસ પરિણીતા અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે કામ અર્થે આવી હતી ત્યારે હુસેન નાથુએ પરિણીતાને તેના પતિ અને પુત્રની હત્યા કરી નાખીશ તેવી ધમકીઓ આપીને દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમ્યાન હુસેન નાથુએ પરિણીતાનો નગ્ન વિડીયો ઉતારી દિધો હતો. અવાર નવાર વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને અલગ અલગ હોટલમાં લઇ જઇને હુસેન નાથુ પરિણીતા સાથે દુષ્કર્મ આચરતો હતો.

થોડા દિવસ પહેલા પરિણીતાએ હુસેન નાથુ સાથે જવાની ના પાડતા ફરીથી તેણે પતિ અને પુત્રની હત્યા કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર ઘટનાની જાણ પરિણીતાએ પરિવારજનોને કરી હતી. આ અંગે પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી હુસેન નાથુ રંગરેજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા આરોપીને ઝડપી પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published.