પતિ મોબાઇલમાં જોતો હતો અશ્લીલ ફિલ્મ, પત્નીને કહ્યું- તું પણ જો, ના પાડી ને પછી….

GUJARAT

દિલ્હીના અલીપોર વિસ્તારમાં મોબાઈલ પર પોર્નોગ્રાફિક ફિલ્મ જોવાની ના પાડતા પતિએ પત્નીને ફટકારી હતી. આટલું જ નહીં છરીના ઘા મારીને તે નાસી છૂટ્યો હતો. મહિલાને તેના દીયર અને દેરાણી હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલથી માહિતી મળ્યા બાદ પોલીસે મહિલાના નિવેદન પર કેસ નોંધ્યો હતો. પોલીસ મહિલાના ફરાર પતિને શોધી રહી છે.

શનિવારે રાત્રે પોલીસને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાંથી એક મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ કરવાની માહિતી મળી હતી. હોસ્પિટલ પહોંચેલી પોલીસને ખબર પડી કે ઘાયલ મહિલા અલીપોર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેઓ 49 વર્ષના છે. મહિલાએ જણાવ્યું કે તેના લગ્ન 1993માં થયા હતા.

પતિ દીકરીને મારતો હતો

લગ્ન બાદ તેનો પતિ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પરંતુ તેણે ક્યારેય તેના પરિવાર અને પોલીસને આ અંગે ફરિયાદ કરી ન હતી. કોઈ સંતાન ન હોવાથી તેણે એક પુત્રીને દત્તક લીધી હતી. પતિ દીકરીને મારતો હતો. પતિના ખોટા કામને કારણે તેણે 20 વર્ષની ઉંમરે દીકરીના લગ્ન કરાવી દીધા હતા. પતિની હરકતો જોઈને તેને મિલકતમાં પણ ભાગ આપવામાં આવ્યો નથી.

પત્નીએ અશ્લીલ ફિલ્મ જોવાની પાડી ના ને પછી………..

શનિવારે રાત્રે 11 વાગ્યે પતિ ઘરે ફોન પર અશ્લીલ ફિલ્મ જોવા લાગ્યો હતો અને તેને પણ ફિલ્મ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરવા પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પતિએ તેના વાળ ખેંચીને મારી અને છરીથી હુમલો કર્યો ગતો.

ત્યારબાદ આરોપીએ તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના બૂમો પર દીયર અને દેરાણી રૂમમાં આવ્યા. બંનેને જોઈ તેનો પતિ ત્યાંથી ભાગી ગયો હતો. દીયર-દેરાણીએ તેમને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસે આરોપીઓને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *