હવસની ભૂખ સંતોષવા માટે હવસખોર પતિએ ક્રૂર બની ગયો અને પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. સાથે રહીને પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તો કર્યું પરંતુ વિદેશમાં બેઠા બેઠા પણ વીડિયો કોલ કરી સેક્સ ટોયનો ઉપયોગ કરી પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી વિકૃત આનંદ મેળવતો હતો. એક બાજુ પતિ અને બીજી બાજુ સાસરિયાંના ત્રાસથી કંટાળી મહિલાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
હવસના ભૂખ્યા હવસખોર ક્યારેક એટલી હદે પહોંચી જાય છે કે માનવતા નેવે મૂકી મૂકી દે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. એક મહિલાએ તેના પતિ, સાસુ-સસરા અને નણદોઇ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિ અને સાસરિયાં નાની-નાની બાબતોમાં તેની સાથે મારઝૂડ કરીને ત્રાસ આપતા હતા.
એટલું જ નહિં તેની નણંદે તેને વિદેશ મોકલી આપવાની લાલચ આપી તેમના ઘરે બોલાવી હતી. જ્યાં તેના નણદોઇએ એકલતાનો લાભ લઈને તેની સાથે છેડતી કરી હતી. જ્યારે તેના પતિ અહીંયા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો જ્યારે તેનો પતિ વિદેશમાં ગયો ત્યારે ત્યાંથી વીડિયો કોલ કરીને સેક્સ ટોયનો ઉપયોગ કરી પત્નીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી વિકૃત આનંદ મેળવતો હતો. અને જો મહિલા આમ ના કરે તો તેને રૂપિયા નહીં મોકલી આપવાની ધમકી આપતો હતો.
હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે બીજી તરફ મહિલાનો આરોપ એ પણ છે કે મહિલાનો નણદોઈ તેને ખરીદવા માટેની પણ વાતો કરતો હતો.