એવું કહેવામાં આવે છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે, ફક્ત દિલ જમીન પર મળે છે. આવી કહાની છે બ્રિટનના જેમ્સ અને ક્લોઈની. આ બંનેની ભગવાને એવી જોડી બનાવી છે, જે ખૂબ જ અનોખી છે. પતિ અને પત્નીની ઉંચાઈમાં મોટો તફાવત હોવા છતાં, આ લોકોના દિલ મળ્યા. જોકે તે બંને એક બીજાને ખૂબ જ ચાહે છે, પરંતુ પછી તેમની ઉંચાઇમાં સૌથી મોટો તફાવત ધરાવતા આ પતિ-પત્નીનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં બહાર આવ્યું છે કે જુદી જુદી લિંગના લગ્ન કરનારા યુગલોમાં આ યુગલની ઉંચાઈનો તફાવત વિશ્વમાં સૌથી વધારે છે. તેમની વચ્ચે લગભગ બે ફૂટનું અંતર છે. જ્યારે પત્ની ક્લોઈની ઉંચાઈ 5.5 ફૂટ છે જ્યારે જેમ્સની ઉંચાઈ તેમના કરતા બે ફૂટ ઓછી 3.7 ફૂટ જેટલી છે.ઑ
33 વર્ષી જેમ્સ એક અભિનેતા છે, જ્યારે તેની 27 વર્ષીય પત્ની ક્લોઈ 27 એક શિક્ષક છે. બંને વર્ષ 2012 માં પ્રથમ વખત એક સ્થાનિક પબ પર મળ્યા હતા. આ બંનેની ઓળખાણ તેમના પરસ્પર મિત્ર દ્વારા એકબીજા સાથે થઈ હતી.
જોકે શરૂઆતમાં બંને એકબીજા સાથેના સંબંધોને લઈને ગંભીર ન હતા, પરંતુ ડિસેમ્બર 2013માં બંને એક બીજા સાથે ખુલ્લીને વાતો કરવા લાગ્યા. તેના સાત મહિના બાદ જ્યારે નોર્થ વેલ્સના એક તળાવમાં પ્રવાસ દરમિયાન જેમ્સે ક્લોઈને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું, અને તેણીએ લગ્ન માટે હા પાડી દીધી.
બંનેએ 2016માં લગ્ન કરી લીધી હતા. હવે તેમને ઓલિવિયા નામની એક પુત્રી પણ છે, જે લગભગ બે વર્ષની છે. ભૂતકાળ વિશે વાત કરતા ક્લોઈએ કહ્યું કે તે ચોક્કસપણે ઉંચા પુરુષો પ્રત્યે આકર્ષિત હતી, પરંતુ જેમ્સને મળ્યા પછી તેનું જીવન બદલાઈ ગયું.