પતિ જ ઘસેડીને લઇ ગયો બાથરૂમમાં અને પછી… બેલ્ટથી મારતો હતો ઢોર માર, અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો

BOLLYWOOD

આ વર્ષે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ઘરેલુ હિંસાના ઘણા કેસ નોંધાયા છે. સેલેબ્સે આગળ આવીને તેમની સાથે બનેલી ઘટના જણાવી. ઘણા કેસ તો કોર્ટ અને પોલીસ સુધી પણ પહોંચ્યા. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે અને એક નવો કિસ્સો સામે આવ્યો છે. એકતા કપૂરના અલૌકિક ટીવી શો નાગિનમાં જોવા મળેલી અભિનેત્રી આરઝુ ગોવિત્રિકરે તેના પતિ સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. આરજુ હવે તેના પતિ સિદ્ધાર્થ સબરવાલથી અલગ રહેવા માંગે છે.

વર્ષ 2019 માં, આરઝુ ગોવિત્રિકરે પતિ સિદ્ધાર્થ સબરવાલ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. વરલી પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થ વિરુદ્ધ કેસ નોંધાવતી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે તેણે દારૂના નશા હેઠળ તેની પર હુમલો કર્યો હતો. આરજુ ગોવિત્રિકરે એમ પણ કહ્યું કે રાત્રે ચાર વાગ્યે તેનો પતિ તેને બાથરૂમમાં લઈ ગયો અને તેની સાથે મારપીટ કરી. બે વર્ષ પછી, આર્જુ ગોવિત્રિકરે આ સમગ્ર મામલે ખુલ્લેઆમ ચર્ચા કરી છે.

વધુમાં આરઝુ ગોવિત્રિકરે કહ્યું, ‘હા, એ સાચું છે કે હું મારા પતિથી છૂટાછેડા લઈ રહી છું. હવે હું થાકી ગયો છું. હવે હું પાછી ફરવાની નથી. આ સંબંધને બચાવવા માટે મેં મારું આત્મસન્માન પણ ગુમાવ્યું. મેં ક્યારેય મીડિયા સાથે આ વિશે વાત કરી નથી. 2 વર્ષ પછી આજે હું આ વિશે વાત કરી રહી છું. તે માણસે મને ગરદન પકડીને ઘસેટી. તેણે મને ખૂબ મારી. ‘

આરઝુ ગોવિત્રીકરે વધુમાં કહ્યું, ‘તેણે મને તેના ફ્લેટમાંથી પણ બહાર કાઢી મુકી હતી. તે માણસે મને પેટમાં લાત મારી હતી. એટલું જ નહીં તેણે મને પટ્ટાથી પણ માર માર્યો હતો. હું ઇચ્છતી ન હતી કે કોઈ મને આ હાલતમાં જુએ. સિદ્ધાર્થ મને ખરાબ રીતે અપશબ્દો બોલતો હતો. તે મને તેના ઘરની નોકરાણી કહેતો હતો. તેના કારણે હું રાત્રે ઉંઘી પણ ન શકી. રાત્રે ડર લાગતો હતો. લગ્નના 2 વર્ષ પછી, તેણે મને મારવાનું શરૂ કર્યું. મારી સાથે રૂમ શેર કરવા માંગતો ન હતો. એક રશિયન મહિલાને ડેટ કરી રહ્યો હતો. ધીરે ધીરે સિદ્ધાર્થનો ગુસ્સો વધતો ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *