પતિ હનીમૂન પર પત્ની સાથે મિત્રને પણ લઈને ગયો, કારણ એવું કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો

GUJARAT

મહારાષ્ટ્રના થાણા જિલ્લાની એક કોર્ટે નવી મુંબઈના 32 વર્ષના એક સમલૈંગિક વ્યક્તિની આગોતરા જામીન અરજી ફગાવી દીધી. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે લગ્ન પહેલા પોતે સમલૈંગિક છે તે વાત છૂપાવીને મહિલાને દગો કર્યો. વ્યક્તિ પર એવો પણ આરોપ છે કે તેણે પોતાના એક સમલૈંગિક સાથી પર તેની અને પત્ની સાથે હનીમૂન પર આવવા માટે દબાણ બનાવ્યું. એડિશનલ સેશન્સ જજ આર એસ ગુપ્તાએ મંગળવારે આ વ્યક્તિના જામીન માટેની અરજી ફગાવી દીધી.

આરોપી અને ફરિયાદકર્તા એક સોશિયલ મીડિયા મંચ દ્વારા એક બીજાને મળ્યા હતા તથા બંનેના નવેમ્બર 2021માં લગ્ન થયા હતા. મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાી છે કે વિવાહ બાદ તેને ખબર પડી કે તેનો પતિ સમલૈંગિક છે અને તેને તેના અંગત વોટ્સએપ મેસેજ અને મોબાઈલમાં કેટલાક વીડિયોથી ખબર પડી કે તેના પતિના મુંબઈના બે પુરુષો સાથે શારીરિક સંબંધ છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે જ્યારે તેણે પતિને આ અંગે સવાલ કર્યા તો તેણે તેને ચાકૂથી ડરાવી.

ફરિયાદકર્તાના વકીલ સાગર કદમે કોર્ટને કહ્યું કે તેમના વિવાહ પહેલા મહિલાને પ્રભાવિત કરવા માટે આરોપીએ તેને નોકરીનો એક નકલી પત્ર પણ દેખાડ્યો હતો જેમાં લખ્યું હતું કે તેનો પગાર વાર્ષિક 14 લાખ રૂપિયા છે. કદમ અને પ્રોસિક્યુટર વી એ કુલકર્ણીએ કહ્યું કે આરોપીએ વિવાહ અગાઉ સત્ય છૂપાવ્યું કે તે સમલૈંગિક છે અને આ પ્રકારે તેણે ફરિયાદકર્તાને દગો કર્યો અને તેનું જીવન બરબાદ કર્યું.

તપાસ અધિકારીએ જણાવ્યું કે આરોપી અને તેના અન્ય પુરુષ સાથીઓ સાથે ફોન પર થયેલી વાતચીત (ચેટ) સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તે સમલૈંગિક લોકો સાથે શારીરિક સંબંધમાં રસ ધરાવે છે. બચાવ પક્ષના વકીલે ફરિયાદી પક્ષનો વિરોધ કરતા કહ્યું કે આ આરોપોનો હેતુ તેને બદનામ અને પરેશાન કરવાનો છે અને તેમણે રાહતની માગણી પણ કરી. કોર્ટે આરોપીના આગોતરા જામીનની અરજી ફગાવતા કહ્યું કે, ‘પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આરોપીનો ઈરાદો દગો કરવાનો હતો, તેણે ફરિયાદકર્તાના માતા પિતાને નાણાકીય નુકસાન પહોંચાડી તથા ફરિયાદકર્તાના જીવનને અપૂર્ણીય ક્ષતિ પહોંચાડીને ખોટું કામ કર્યું તથા છેતરપિંડી કરી.’

Leave a Reply

Your email address will not be published.