સેક્સ બાદ પતિ ફ્લેશલાઈટથી ચેક કરતો પ્રાઈવેટ પાર્ટ, અમેરિકામાં રહેતી ભારતીય યુવતીને લગ્નના પાંચ મહિનામાં જ થયો કડવો અનુભવ

nation

અમેરિકામાં હાલમાં જ લગ્ન કરીને સંસારમાં પ્રવેશેલી ભારતીય યુવતીએએ પોતાના પતિ પર બંધક બનાવવા, શોષણ કરવા અને દહેજ માગવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આ વર્ષે માર્ચમાં લગ્ન કર્યા બાદ પતિ સાથે અમેરિકા ગઈ હતી. મહિલા બિહારની રાજધાની પટનાની રહેવાસી છે. યુવતીએ અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસ અને ભારત સરકારના સીનિયર ઓફિસરને ફરિયાદ પત્રમાં આ જાણકારી આપી હતી.

યુવતીએ પોતાની ફરિયાદમાં લખ્યું કે, મારા પતિએ મને કોઈપણ આર્થિક સહાયતા વગર છોડી દીધી છે. મારી પાસે પરત જવા માટે કોઈ જગ્યા નથી. ભારતમાં મારા માતા-પિતાએ મારા સસુર પાસે મદદ માગી, પણ તેઓએ મને મારા પતિની સાથે રહેવા માટે દહેજની માગ કરી કરી રહ્યા છે.

સ્ટુડન્ટ વિઝા પર છે પતિ

યુવતીએ અમેરિકી વિદેશ વિભાગથી સંપર્ક કરીને જાણકારી આપી છે કે તેનો પતિ એફ 1 સ્ટુડન્ટ વિઝા હેઠળ અહીં રહે છે અને એક ફ્રેડી મેક કંપનીમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર કામ કરે છે. મહિલા જણાવ્યું કે 15 જૂને તેના પતિએ તેની સાથે બહુ મારપીટ કરી હતી, ગાળો આપી હતી અને શોષણ કર્યું હતું. જે બાદ તેણે પોલીસને ફોન કર્યો હતો. તે વોશિંગ્ટન ડીસીના વર્જિનિયાના મેક્લેનમાં રહેતા હતા.

યુવતીએ ફરિયાદમાં લખ્યું કે પોલીસે તેની મદદ કરી. ફેયરફેક્સ કાઉન્ટી પોલીસે યુવતીને પતિની સામે અપરાધનો મામલો નોંધ્યો છે. યુવતીએ કહ્યું કે, મને પોલીસે બચાવી અને તેની નિર્દયતાને કારણે મારું જીવન જોખમમાં હતું. યુવતીએ કહ્યું કે, તે પોતાના પતિની સાથે 1 માર્ચ 2021ના રોજ અમેરિકા આવી હતી અને મેક્લેનમાં રહેતા હતા. અહીં આવતા મારા પતિ ઘરેલુ હિંસા કરવા લાગ્યા અને મારા ઘરવાળાઓ પાસેથી દહેજની માગ કરવા લાગ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે જ્યારે તે વોશરૂમ જતી હતી તો તેનો પતિ આરોપ લગાવતો હતો કે તે પોતાની પ્રેગ્નેન્સી રોકવા માટે બાથરૂમમાં કાંઈ કરે છે.

મહિલાએ કહ્યું કે, અનેક વખતે તેણે મારો પ્રાઈવેટ પાર્ટ ચેક કર્યો છે. એ જોવા માટે કે હું પ્રેગ્નેન્સી રોકવા માટે શું કરી રહી છું. અનેક વખત તે ફોનની ફ્લેશલાઈટથી પ્રાઈવેટ પાર્ટ ચેક કરતો હતો અને અનેક વખત આંગળીઓ નાખીને ચેક કરતો હતો. સેક્સ બાદ તે મારી સામે ચીસો પાડતો હતો અને કહેતો હતો કે હું પ્રેગ્નેન્સીને રોકી રહી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *