એક નહી બે નહી સાત જન્મોનું બંધન એટલે પતિ-પત્નીનો સંબંધ. બચપનથી લઈને સમજદાર થાય ત્યાં સુધી પિતાના ઘરે લાડકોડથી ઉછરેલી કન્યા જ્યારે સાસરે વિદાય થાય ત્યારે તેના અરમાનો પણ અનેક હોય તે સ્વાભાવિક છે. જો આવી જ કોઈ ભાગ્યશાળી સ્ત્રી પરણીને તેના પતિને ત્યાં આવે તો સમજો કે સાસરામાં રહેલ લોકોનું જીવન ખુશીઓથી ભરી દે છે. ગરૂડ પુરાણમાં આવીજ કેટલીક મહિલાઓના લક્ષણ અંગે વર્ણવવામાં આવ્યુ છે કે આ પ્રકારની મહિલાઓ ખુબજ ભાગ્યશાળી હોય છે. આ લક્ષણો ધરાવતી મહિલાઓ ખુબજ ભાગ્યશાળી હોય છે.
ધર્મનું પાલન કરનાર
જે મહિલાઓ પોતાના ધર્મનું પાલન પૂરી નિષ્ઠા અને શ્રદ્ધા સાથે કરે છે તે તેના પતિ માટે ખુબજ ભાગ્યશાળી કહેવાય છે. આવી મહિલાઓ પરિવાર ખુશાલી લાવે છે. પતિને હંમેશા ખુશ રાખે છે.
જેની ઈચ્છાઓ હોય સીમિત
જે મહિલાઓ ખોટી ડિમાન્ડ નથી કરતી તે તેના પતિ માટે ખુબજ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓ ઘરમાં ફક્ત સુખ શાંતિ નથી લાવતી પણ સમૃદ્ધિ પણ લાવે છે. આવી મહિલાઓ જ્યાં પણ નિવાસ કરે છે લક્ષ્મી હંમેશા ત્યાં વાસ કરે છે.
ખમતી અને ધીરજ રાખનાર સ્ત્રી
જે મહિલામાં સહનશક્તિના ગુણ હોય ધીરજ રાખતી હોય તે મહિલા ખુબજ ભાગ્યશાળી હોય છે. મુશ્કેલીના સમયમાં આવી મહિલાઓ ક્યારેય સાથ નથી છોડતી.
ગુસ્સો ન કરનાર સ્ત્રી
ગમે તેવા કપરા સમયમાં પણ હંમેશા હસતી રહેતી મહિલાઓ તેના પતિ માટે ખુબજ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓ જ્યાં પણ રહે છે સ્વર્ગ ઉભુ કરી દે છે.