પાટણમાં સ્વરૂપવાન મહિલાનો આપ-ઘાત, પ્રેમીના કારણે પગલું ભર્યું હોવાનો ઘટસ્ફોટ

about

પાટણમાં બે બાળકોની માતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ફાયર બ્રિગેડે પરિણીતાની લાશને પાણીમાંથી બહાર કાઢતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું કે, પરિણીતા એક અન્ય યુવકના સંપર્કમાં હતી અને પ્રેમસંબંધ બાદ છેતરપિંડી આચરતા મહિલાએ મજબૂર થઈને આ મોટું પગલું ભરવું પડ્યું. હાલ પોલીસે દ્વારા આગળની તપાસ ચાલુ છે. બનાવને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બંને બાળકોને સ્કૂલ મોકલ્યા બાદ દીક્ષિતાએ ટૂંકાવ્યું જીવન
મળતી માહિતી અનુસાર બે પુત્રોને શાળાએ મોકલ્યા બાદ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હતું. મૃતક પરિણીતાની ઓળથ છીંડીયા દરવાજા વિસ્તારમાં રહેતી દક્ષિતા મોદી તરીકે થઈ છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

આ મામલે એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પરિણીતા અન્ય વ્યક્તિના સંપર્કમાં હોવાનું તપાસમાં ખૂલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

67 તોલા સોનુ અને 4 કિલો ચાંદી પરત ન આપતા ભર્યું પગલું
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દીક્ષિતા સોશિયલ મીડિયાના આધારે એક શખસના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ તેણે પ્રેમ સંબંધ બાંધી 67 તોલા સોનું સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિના માટે લીધા હતા. પરંતુ તેણે પરત ન આપીને તેના વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

વારંવાર વિનંતી કરવા છતાંય ન માનતા હેરાન પરેશાન થઈને દીક્ષિતાએ આખરે મોતને વ્હાલું કર્યું હતું. દીક્ષિતાના પતિએ મહેશ ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં પરિણીતાનો આપઘાત
શહેરના કતારગામમાં વિસ્તારમાં એક પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાસરિયા સામે પરિણીતાની હત્યા કરી હોવાના આક્ષેપ સાથે પતિ, સાસુ-સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *