પાર્ટનર સાથે ઝઘડો થાય તો ક્યારેય ન કહેવી જોઇએ આ વાત, નહીંતર…

GUJARAT

લગ્ન અને પ્રેમ જેવા સંબંધોમાં કપલ્સ વચ્ચે લડાઇ-ઝઘડા કે બોલાચાલી થવી સામાન્ય વાત છે. પરંતુ આ સામાન્ય વાત કેટલીક વખત વિકરાળ રૂપ લઇ લેતી હોય છે અને સંબંધ ખતમ થવાની અણી પર પહોંચી જાય છે. એવું તમારી સાથે ન થાય એટલા માટે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ જે તમારા પાર્ટનરના લડાઇ ઝઘડા દરમિયાન વચ્ચે ના લાવવી જોઇએ.

જો તમારો પાર્ટનરની સાથે ઝઘડો કે બોલાચાલી થઇ રહી છે તો તરત માફી માંગી લો. પરંતુ જો તે સમયે તમારી કોઇ ભૂલ ન હોય તો પણ માફી માંગી લો અને ચુપ રહો. જેથી તે સમયે તમારા પાર્ટનરનો ગુસ્સો શાંત થઇ જશે અઇને બાદમાં તમે આરામથી તે મામલે વાત કરીને સમજાવી શકો છો.

લડાઇ કે ચર્ચા દરમિયાન ન તો મોટા અવાજમાં વાત કરો કારણકે તેનાથી ઝઘડો વદી જાય છે અને ગુસ્સામાં તમારા રિલેશન બગડી શકે છે. કેટલીક વખત એવું થાય છે કે પાર્ટનર્સની લડાઇ દરિયાન જુની વાતોને વચ્ચે ન લાવો કે એવી વાતોથી એકબીજાને ઠેસ પહોંચી શકે. એક પાર્ટનર માટે તેનું આત્મસમ્માન ખૂબ જરૂરી હોય છે. જેટલું તમારું આત્મસમ્માન છે એટલું તમારા પાર્ટનરનું પણ છે.

Leave a Reply

Your email address will not be published.