પરિણીતાને ઇન્સ્ટા. પર અજાણી મહિલાના IDથી ન્યૂડ વીડિયો મોકલીને હેરાન કરાતી

GUJARAT

સોશિયલ મિડીયામાં મિત્રતા કરીને વોટસએપ અને ઇન્સ્ટાગ્રામ પર કોલ કરીને અત્યાર સુધી યુવકો અને નેતાઓના ન્યુડ વિડીયો કોલ કરીને તેમના નગ્ન વિડીયો ઉતારીને બ્લેકમેલિંગ કરનારી અનેક ગેંગો એકટીવ થઇ છે.

છતાં પોલીસને સફળતા મળતી નથી, ત્યાં હવે શહેરના ચાંદખેડા વિસ્તારની એક પરિણીતાને ઇન્સ્ટાગ્રામ પર અજાણી વ્યક્તિ દ્વારા હેરાન કરવાનો કિસ્સો સાયબર ક્રાઇમમાં નોંધાયો છે. આ અંગે મહિલાએ પહેલાં અરજી કરી હતી ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં એક પરિણીતાને ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા ઈસમ દ્વારા ન્યૂડ વીડિયો કોલિંગ તેમજ બિભત્સ મેસેજો મોકલીને પરેશાન કરાતી હતી. IIMના વિદ્યાર્થીનો ન્યુડ વિડીયો ઉતારીને બે દિવસ પહેલાં જ બ્લેકમેલિંગ કરાયો હતો.

ચાંદખેડા વિસ્તારમાં રહેતી હેમા (નામ બદલ્યું છે) નામની પરિણીતા ખાખરા બનાવવાનો ગૃહઉદ્યોગ ચલાવે છે. તે વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. જોકે 24 ડિસેમ્બરના રોજ પરિણીતાના ઈન્સ્ટાગ્રામ પર એક મહિલાના અજાણ્યા ID પરથી રાત્રે 10 વાગ્યે વીડિયો કોલ આવ્યો હતો. આ કોલ રિસીવ કરતા જ સામેથી ન્યૂડ વીડિયો કોલિંગ ચાલુ થઈ ગયું હતું.

જોકે અચાનક ગભરાઈ ગયેલા હેમા બેને તરત જ ફેન કાપી નાખ્યો હતો. ??આ સમગ્ર ઘટનાની જાણ તેમના પતિને કરતા તેમણે ફ્રીથી આ મહિલાના ID પર વીડિયોકોલ કર્યો હતો. જોકે સામેની વ્યક્તિએ પોતાનો ચહેરો નહોતો દેખાવા દીધો. જેથી આ સમગ્ર મામલે તેમણે વીડિયો કોલિંગ કરીને હેરાન કરનારી વ્યક્તિ સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ ફ્રિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *