નવસારી જિલ્લાના તાલુકામાં રહેતી પરિણીતાએ બહેનપણીનો મહિલાનો સ્નાન કરતો વિડિયો પોતાના પુરુષ મિત્રને મોકલતા તેણે તેના ગ્રુપમાં વાયરલ કરી દીધો હોત. આની જાણ મહિલાને થતા તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે સધન તપાસ હાથ ધરીને આરોપી યુવતી અને તેના મિત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
નવસારીના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામના કૃષ્ણ ફળિયામાં રહેતી કાજલ ભગુ ટંડેલ( ઉ.વ. આશરે 26 )ની મિત્રતા અનિષાબેન (નામ બદલ્યું છે) સાથે હતી.. પરંતુ કાજલબેન ટંડેલની મિત્રતા કૃષ્ણપુર ગામના હનુમાન ફળિયામાં રહેતા મિત્તલભાઇ પ્રવિણ ટંડેલ સાથે પણ હતી. જેથી મિત્તલ તેની ફ્રેન્ડ કાજલને તેની બહેનપણી અનિષાનો ન્હાતો વિડિયો જોવા માટે તેનો વિડિયો ઉતારીને મોકલવા માટે કહ્યા કરતો હતો.
આશરે એક વર્ષ અગાઉ અનિષા તેની પિતરાઇ બહેનને ત્યાં કાજલ સાથે રહેવા માટે આવી હતી. તે સમયે અનિષા ન્હાવા માટે ગઇ હતી ત્યારે ચોરી છૂપીથી તેનો ન્હાતો વિડિયો ઉતારી લીધો હતો.અને આશરે એક મહિના અગાઉ કાજલે મિત્ર મિત્તલને અનિષાનો વિડિયો તેના મોબાઇલ ફોન ઉપર મોકલી આપ્યો હતો અને મિત્તલે આ વિડિયો તેના ગ્રુપમાં વાયરલ કર્યો હતો.
તે અંગેની જાણકારી અનિષાને થતા તેણે જલાલપોર પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા જલાલપોર પોલીસે આ અંગેની સધન તપાસ હાથ ધરીને ગત રોજ આરોપી કાજલ અને તેના પુરુષ નિત્ર મિત્તલ ટંડેલની અટકાયત કરીને કાયદાકીય કાર્યવાહી કરી આ કેસની વધુ તપાસ ઇન્ચાર્જ પી.આઇ. કે.બી. દેસાઇએ હાથ ધરી હતી.