પરિણિતા સાથે પ્રેમસંબંધ રાખવાનું પ્રેમીને ભારે પડ્યું, ઘટનાનો વિડીયો વાયરલ

GUJARAT

વાંસદા પરિણીતા સાથે પ્રેમસંબંધ રાખવાનું પ્રેમીને ભારે પડ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પતિએ પત્નીના પ્રેમીને કઢંગી હાલતમાં ઝડપીને પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો હતો અને બાદમાં પતિ તેની પત્ની અને પ્રેમી પર ગાળોનો વરસાદ વરસાવી રહ્યો હોવાનું જોવા મળે છે. હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

પત્ની પ્રેમીને ઘરે બોલાવીને અંગત પળો માણતી હતી!
મીડિયા રિપોર્ટ મુજબ પતિ રોજગારી અર્થે બહાર દયા બાદ પત્નીના અન્ય પુરુષ સાથે પ્રેમસંબંધ બંધ્યા હતા. ત્યારબાદ તેણીએ પ્રેમીને મળવા માટે ઘરે બોલાવીને અંગત પળો માણતી હતી.

આ અંગેની જાણ પતિને થતાં વોચ રાખવાનું ચાલુ કર્યું હતું અને એક દિવસ બંનેને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ ઉશ્કેરાયેલા પતિએ પ્રેમીને નગ્ન અવસ્થામાં જ થાંભલા સાથે બાંધીને તેનો વિડીયો બનાવ્યો હતો. જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સમગ્ર મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું જાણવા મળ્યું
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વિડીયો એક અઠવાડિયા જુનો હોવાની માહિતી મળી રહી છે. તેમજ આ સમગ્ર મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.

વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, પતિએ તેની પત્નીને એક તરફ ઉભી રાખી છે અને તેની સામે તેના પ્રેમીને એક થાંભલા સાથે નગ્ન અવસ્થામાં બાંધીને ગાળો ભાંડી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *