પનોતી એટલે શું? શનિદેવના ક્રોધને કેવી રીતે કરવો શાંત જાણો ચમત્કારીક ઉપાય

DHARMIK

જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ નવગ્રહોમાંથી સૌથી વધુ કઠોર અને શક્તિશાળી દેવતા છે. શનિદેવ ન્યાયપ્રિય હોવાથી પાપીઓને સજા આપે છે અને પુણ્ય કર્મ કરનારાને સુખ-શાંતિ, યશ, કીર્તિ અને વૈભવ પ્રદાન કરે છે. 24 જાન્યુઆરી 2020ના રોજ શનિ રાશિ પરિવર્તન કરશે. શનિ ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં અઢી વર્ષે પરિભ્રમણ કરે છે. જેના કારણે 5 રાશિઓ માટે પનોતીનો તબક્કો શરૂ થશે. પરંતુ આજે જાણી લો શનિની પનોતી કે સાડાસાતી શું છે અને કયા ઉપાયથી તેમાંથી બચી શકાય છે.

શનિદેવ જ્યારે પણ કોઈ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેના માટે સાડાસાતી શરૂ થાય છે. તે સમય અનુસાર દરેક રાશિ પર અઢી-અઢી વર્ષના ત્રણ ચરણોમાં આવે છે. જ્યારે પહેલા ચરણમાં સાડાસાતી હોય ત્યારે જાતકને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આ સમયમાં જાતક જે પણ કાર્ય કરે તેમાં તેને ખોટ જ સહન કરવી પડે છે. અથાગ પરિશ્રમ કરવાં છતાં પણ તેને લાભ થતો નથી.

સાડાસાતીના બીજા ચરણ પારિવારિક સમસ્યાઓ વધી જાય છે. જો કે આ સમયમાં સગા-સંબંધીઓમાં સાંમજસ્ય બનાવી રાખવામાં આવે તો મુશ્કેલીઓમાંથી ઝડપથી મુક્તિ મળે છે. આ સમયમાં ક્રોધ કરવાથી મુશ્કેલીઓ વધી જાય છે.

શનિના ત્રીજા ચરણમાં મનુષ્યની સુખ-સુવિધાઓમાં ઘટાડો થાય છે. પરંતુ લોકો સાથે સારો વ્યવહાર, નૈતિકતા અને સારા આચરણથી જાતકને લાભ થઈ શકે છે. આ ચરણમાં પનોતીની અસરમાં આવતી રાશિઓના જાતકોએ ખૂબ જ સતર્ક રહેવું જોઈએ.

ક્યારે થાય છે પનોતીની અસર
જાતકની રાશિ પર શનિની પાપદ્રષ્ટિ પડતી હોય અથવા જન્મ રાશિથી 4-8 સ્થાનમાં શનિ ભ્રમણ કરે ત્યારે, તેમજ સ્વ-રાશિથી 12-1-2 સ્થાનમાં શનિ ભ્રમણ કરે ત્યારે જાતકને નાની-મોટી પનોતીનો સામનો કરવો પડે છે. આ સમયમાં જાતકને આર્થિક તેમજ શારીરિક કષ્ટ ભોગવવા પડે છે. જો કે શનિ અત્યંત ધીમી ગતિથી ચાલનારા દેવ છે. તેઓ સૂર્યની ચારેબાજુ ત્રીસ વર્ષમાં એકવાર પોતાની એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. તેથી કોઈપણ જાતકના જીવનમાં સાડાસાતી બે કે ત્રણવાર જ આવી શકે છે.

શનિને શાંત કરવાનો સરળ ઉપાય
શનિદેવને શાંત કરવા નીચે આપેલા મંત્રોનો જાપ કરી અને પનોતીના સમયમાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ પનોતીનો સમય સરળતાથી પસાર થઈ જાય છે.

કરો આ મંત્રના જાપ

હ્રીં નિલાંજન્ સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્
છાયા માર્તંડ શમ્ભુતમ્ તં નમામિ શનૈશ્ચરમ્

સૂર્ય પુત્રો દીર્ઘ દેહો વિશાલાક્ષ: શિવપ્રિય:
મન્દચાર: પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *