તંદુરસ્ત શરીર માટે ચરબી અને કાર્બોહાઈડ્રેટ બંને ખુબ જરૂરી છે. જયારે ચરબી શરીરમાં વધારે કેલરી સંગ્રહ કરવાનું કામ કરતી હોય છે ત્યારે કાર્બોહાઇડ્રેટ શરીરને કોઈપણ કાર્ય કરવા માટે ઊર્જા અને શકિત આપે છે. પરંતુ જો કોઈ સંશોધનને ધ્યાનમાં રાખીને વિચાર કરીએ તો આપણે આહારમાં ચરબી અને કાર્બોહાઇડ્રેટનો સમાવેશ કરતા પહેલા થોડો સાવધન રહેવું જોઈએ.
એક સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો તેમના ખોરાકમાં ઓછા પ્રમાણમાં ચરબી અને વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ લે છે, તેઓ પર મૃત્યુનું જોખમ વધે છે. આવા લોકો ચરબીવાળા ખોરાક જેમ કે માખણ અને પનીર લેતા લોકો કરતાં ઓછું જીવે છે.
સંશોધકના જણાવ્યા મુજબ ખોરાકમાં ચરબીની માત્રા ઘટાડ્યા પછી કાર્બોહાઈડ્રેટ જાતે વધે છે. સંશોધકોનું કહેવું છે કે રાંધેલા શાકભાજીઓની સરખામણીમાં કાચા શાકભાજી ખાવામાં મૃત્યુનું જોખમ ઘટાડવાની ક્ષમતા થોડી વધારે છે. તેથી કાચા શાકભાજીને વધુ પસંદગી આપવી જોઈએ. એક અહેવાલ અનુસાર ખોરાકમાં 60% કરતા પણ વધુ કાર્બોહાઇડ્રેટ લે છે તેઓ પ્રારંભિક મૃત્યુની શકયતા વધારે છે.
પુરૂષમાં ફેટ લેવાની મર્યાદા દિવસમાં ૩૦ ગ્રામ અને મહિલાઓમાં ૨૦ ગ્રામ પ્રતિ દિવસ હોય છે. જો તમે વજન ઘટાડવા માટે લો ફેટ આરોગી રહ્યા છો અથવા વજન વધવાના ડરથી જો તમે ઘી, માખણ, પનીર જેવી વસ્તુથી દૂર રહી રહ્યા હોવ તો ચેતી જજો. હાલમાં જ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ઓછા ફેટવાળી વસ્તુ તમારી લાંબી ઉંમર માટે ખૂબ જ જરૂરી છે. જો તમે ઘી, માખણ જેવી વસ્તુઓનો ભોજનમાં ઉપયોગ કરશો તો તમારી ઉંમર વધશે. આ સિવાય તમે માછલી, ઈંડાને પણ તમારા ભોજનમાં શામેલ કરી શકો છો, તે તમારા શરીર માટે વધુ ફાયદાકારક છે