આજના સમયમાં હોલિવૂડ અભિનેત્રી અને બિગ બોસ એક્સ કન્ટેસ્ટંટ પામેલાને કોણ નથી જાણીતું, તે હંમેશાં તેની કેટલીક ફિલ્મ્સ અને શોને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર તે ચર્ચામાં જોવા મળી છે.
પામેલા એન્ડરસન લગ્ન હોલિવૂડ સિનેમાના પ્રખ્યાત નિર્માતા જોન પીટર્સ સાથે થયા હતા. આ લગ્ન પછી પામેલા એન્ડરસનને એક તસવીર શેર કરી છે. પામેલા એન્ડરસનને લઈને હવે આ જ સમાચાર સામે આવ્યા છે. સમાચાર એ છે કે રિયાલિટી શો બિગ બોસની સીઝન ચારની સ્પર્ધક પામેલા એન્ડરસન પણ તેના પાંચમા પતિથી અલગ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે તેમણે તાજેતરમાં જ હોલિવૂડ સિનેમાના પ્રખ્યાત નિર્માતા જોન પીટર્સ સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના માત્ર 12 દિવસ પછી જ પામેલા એન્ડરસને જ્હોન પીટર્સ સાથેના લગ્ન તોડી નાખ્યા છે. જે બાદ પામેલા એન્ડરસન ફરી એક વાર તેના લગ્નજીવનને કારણે ચર્ચામાં આવી છે. પામેલા એન્ડરસન અને જ્હોન પીટર્સે લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. સૂત્રો અનુસાર શનિવારે પામેલા એન્ડરસન અને જ્હોન પીટર્સે એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું છે. આ બંનેએ તાજેતરમાં 20 જાન્યુઆરીએ લગ્ન કર્યાં હતાં.
સૂત્રો અનુસાર તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન પામેલાએ તેના પતિ જોન પીટર્સથી છૂટા થવા વિશે કહ્યું હતું કે, ‘મેં અને જ્હોનએ સારા વળાંક પર સમાપ્ત કર્યું છે. આગળ પામેલા એન્ડરસનને એમ પણ કહ્યું કે હું તમારા સમર્થન માટે ખૂબ આભારી છું કારણ કે અમે બંનેને જીવનમાં એક બીજા પાસેથી જે જોઈએ છે તેનું પુનમૂલ્યાંકન કરવાની જરૂર છે. પામેલા એન્ડરસન એ એમ પણ કહ્યું કે, ‘જીવન પ્રેમની સુંદર યાત્રા જેવું છે, જે સૌથી મોટું સત્ય છે. તે કહે છે કે અમે આ નિર્ણય અમારી સમજણ સાથે લીધો છે, આ ક્ષણે અમે બંનેએ લગ્નના પ્રમાણપત્રની ઔપચારિકતા મોકૂફ કરી દીધી છે. પામેલા એન્ડરસન કહે છે કે અમારી ગોપનીયતાને માન આપવા બદલ આભાર.