લો બોલો… અહીં 1 વર્ષ માટે પાન મસાલા-ગુટખા પર પ્રતિબંધ

nation

પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે પાન મસાલા અને ગુટખાના ઉત્પાદન અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલો આ પ્રતિબંધ આગામી એક વર્ષ માટે 7 નવેમ્બરથી લાગુ થશે. સરકારી આદેશમાં આ વાત કહેવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મમતા બેનર્જી સરકારે વર્ષ 2019માં પ્રથમ વખત ગુટખા, પાન અને અન્ય તમાકુ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે 7 નવેમ્બર 2021 થી 6 નવેમ્બર 2022 સુધી, પશ્ચિમ બંગાળ રાજ્યના કોઈપણ ખાદ્ય ઉત્પાદનોમાં તમાકુ અને નિકોટિન (ગુટખા, પાન મસાલા) ના ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ રહેશે.

હવે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન મળવું એ કાયદાકીય ગુનો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ તમાકુ અને નિકોટિન યુક્ત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *