કોરોના મહામારીના વધતા જતા સંક્રમણનો સામનો કરવા બલદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામની ચારેકોર ભારે પ્રશંસા થઈ રહી છે. ભારત અને દુનિયાના અન્ય દેશોમાં તો યોગી આદિત્યનાથ હિરો બની ગયા છે પણ ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન પણ ઓવારી ગયું છે.
પાકિસ્તાનના જાણીતા સમાચારપત્ર ધ ડોનના એડિટર ફહદ હુસૈને કોરોના દરમિયાન યોગી આદિત્યનાથ તરફથી ભરવામાં આવેલા પગલાના ભારે વખાણ કર્યા હતાં. તેમણે ટ્વિટ કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના કામકાજની સરખામણીએ કરી છે. જેમાં તેમણે ઈમરાન ખાન સરકાર કરતા યોગી આદિત્યનાથના નેતૃત્વને ચડિયાતુ ગણાવ્યુ છે.
UPએ લોકડાઉનનો કડક અમલ કર્યો, ઈમરાન ફેઈલ : ફહદ
પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ધ ડોનના સંપાદક ફહદ હુસેને કોરોના રોગચાળા દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લીધેલા પગલાઓની પ્રશંસા કરી હતી. ફહદ હુસેને એક ગ્રાફને ટ્વિટ કરી લખ્યું કે, આ ગ્રાફને કાળજીપૂર્વક જુઓ. પાકિસ્તાનની વસ્તી ગિચતા પ્રતિ કિલોમીટર UP કરતાં ઓછી અને માથાદીઠ આવક વધારે છે. ઉત્તર પ્રદેશે લોકડાઉનને કડક રીતે અમલમાં મૂક્યું, જ્યારે અમે (પાકિસ્તાન) કરી શક્ય નથી તેથી, મૃત્યુદરમાં તફાવત સ્પષ્ટ જોઇ શકાય છે.
ફહદે મહારાષ્ટ્રની તુલના પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, UPમાં મૃત્યુ દર પાકિસ્તાન કરતા ઓછો છે પણ મહારાષ્ટ્રમાં વધારે છે. મહારાષ્ટ્રમાં યુવાનોની વસ્તી અને માથાદીઠ આવક વધારે છે. આપણે ધ્યાન આપવુ જોઈએ કે, ઉત્તર પ્રદેશે કયા સાચા નિર્ણય લીધા છે અને મહારાષ્ટ્રએ કઈ ભૂલો કરી? જ્યારે પાકિસ્તાનની વસ્તી 20.80 કરોડ છે તો ઉત્તર પ્રદેશની વસ્તી 22.50 કરોડ છે, પરંતુ અહીં મૃત્યુ દર પાકિસ્તાનની સરખામણીએ ઘણા ઓછા છે.
ઉત્તર પ્રદેશમાં માત્ર 10,536 અને પાકિસ્તાનમાં 98,943 લોકને કોરોનાનો ચેપ
ઉત્તર પ્રદેશ અને પાકિસ્તાનની વસ્તી લગભગ સમાન છે, પરંતુ કોરોનાના ગ્રાફમાં ઘણો ફરક છે. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં 22.50 કરોડની વસ્તી છે અને અહીં માત્ર 0.0045% લોકોને ચેપ લાગ્યો છે. UPમાં અત્યાર સુધીમાં 10,536 લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે પાકિસ્તાનમાં 98,943 લોકો કોરોના ચેપગ્રસ્ત છે. પાકિસ્તાનમાં 2002 લોકોના મૃત્યુ થયા છે, UPમાં અત્યાર સુધીમાં કુલ 275 મોત થયા છે. આમ ઈમરાન ખાન કરતા યોગી આદિત્યનાથનું નેતૃત્વ વધારે ચડિયાતુ છે.