પહેલાં મારા પિરિયડ્સ ઈરેગ્યુલર રહેતા હતા, પરંતુ લગ્ન બાદ રેગ્યુલર થઇ ગઇ છું,જોકે પિરિયડ વહેલા આવી જાય છે

GUJARAT

પ્રશ્ન : હું એક પરિણીતા છું. મારા લગ્નને પાંચ વર્ષ થયા છે. મારા અરેન્જ્ડ મેરેજ છે અને લગ્ન પછી હું અને મારા પતિ બહુ ખુશ છીએ. મારી સમસ્યા મારો એક્સ બોયફ્રેન્ડ છે. લગ્ન પહેલાં મારો બોયફ્રેન્ડ હતો પણ મારા પરિવારને એ પસંદ નહોતો એટલે અમારા લગ્ન શક્ય બન્યા નહોતા. હવે તો તેને પણ પત્ની અને બાળક છે. થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર અમારી મુલાકાત થઈ અને ફોનનંબરની આપ-લે થઇ. અમે ફોન પર તો ઘણીવાર વાત કરી છે પણ હવે તે મને મળવા માગે છે. હું શું કરું? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારો બોયફ્રેન્ડ તમારો ભૂતકાળ છે. વર્તમાન પરિસ્થિતિમાં તમે તમારા પતિ સાથે ખુશ છો અને તે પોતાની પત્ની અને બાળક સાથે. આ સંજોગોમાં તમે ભૂતકાળના સંબંધોને ફરીથી આગળ વધારીને શાંત પાણીમાં કાંકરીચાળો કરી રહ્યા છો. આના કારણે બંને પરિવારોની ખુશીને ગ્રહણ લાગી શકે છે. હા, તમે ક્યારેક મિત્ર તરીકે ફોન પર વાત કરી લો ત્યાં સુધી ઠીક છે પણ આ સંબંધને વધારે આગળ વધારવો ન જોઇએ. આ સંબંધ એની મર્યાદામાં જ રહે એ જોવાની તમારી મોટી જવાબદારી છે.

મિત્રતાના સંબંધે તમે ક્યારેક જાહેર જગ્યામાં થોડીવાર માટે એક્સ બોયફ્રેન્ડને મળી શકો છો પણ આ મુલાકાત પહેલાં આ સંબંધ માત્ર મિત્રતાનો છે અને તમારી મર્યાદાઓ શું છે એ વિશે તમારી માનસિક સ્પષ્ટતા હોવી જોઇએ. જો તમે માનસિક રીતે એક્સ બોયફ્રેન્ડ માટે થોડું પણ આકર્ષણ અનુભવતા હો તો ક્યારેય તેની સાથે મળવાની ભુલ ન કરો.

એકવાર વિચારી જુઓ કે જે પરિસ્થિતિમાંથી તમે પસાર થઇ રહ્યા છો એ પરિસ્થિતિમાંથી તમારા પતિ પસાર થઇ રહ્યા હોત તો? જો એ પોતાની એક્સ ગર્લફ્રેન્ડને મળતા હોત તો તમને ગમ્યું હોત? તમે નિખાલસતાથી આ સ્થિતિનું આકલન કરશો તો તમને યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો સુક્ષ્મ તફાવત ખબર પડી જશે.

પ્રશ્ન : હું ૨૪ વર્ષની યુવતી છું, મારા લગ્ન થઇ ગયા છે. પહેલાં મારા પિરિયડ્સ ઈરેગ્યુલર રહેતા હતા, પરંતુ લગ્ન બાદ રેગ્યુલર થઇ ગઇ છું, જોકે એક સમસ્યા નવી સર્જાઈ છે. દરેક વખતે હું ૧૦ દિવસ વહેલી પિરિયડમાં આવી જાઉં છું. તેથી મને ઘણી ચિંતા થાય છે, આના કારણે કોઇ બીજી તકલીફ તો નહીં હોય ને ? પ્લીઝ મને યોગ્ય જવાબ આપો અને મારી મુંઝવણ દૂર કરો.

જવાબ : તમારે ખુશ થવું જોઇએ કે તમારા પિરિયડ્સ રેગ્યુલર થઇ ગયા છે. હકીકતમાં લગ્ન પછી તમે નિયમિત સેકસપ્રવૃત્તિમાં જોડાતા રહો તેથી અને પતિના સાથ માત્રથી તમારા શરીરમાં ફેરફાર થાય છે. આ ફેરફાર શરીરમાં ઝરતા હોર્મોનના સંકેતથી થતા રહે છે. હોર્મોનની આ દોડાદોડના કારણે તમારા નિયમિત સમયપત્રકમાં અનેક બાબતો બદલાઈ જવાની. તમારા પિરિયડ્સ પણ એના કારણે જ ૧૦-૧૦ દિવસ વહેલા આવે છે. આમાં ચિંતાજનક કશું હોતું નથી. એટલે અમારી સલાહ છે કે ચિંતા ન કરો લગ્ન બાદ આ પ્રકારના ફેરફાર થવા સ્વભાવિક છે, છતાં તમે તમારા સંતોષ માટે ગાયનેકોલોજીસ્ટને બતાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *