ઑસ્કારમાં મારામારી: પત્નીની મજાક થતા સ્મિથે હોસ્ટને લાફો ચોડી દીધો

GUJARAT

ઓસ્કાર 2022માં પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે પ્રેઝન્ટર્સ ક્રિસ રોકને મુક્કો માર્યો. મળતી માહિતી મુજબ પ્રેઝેન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ વિશે ટિપ્પણી કરી જેના પર વિલ સ્મિથ ગુસ્સે થઈ ગયો. તે ઊભો થયો અને સ્ટેજ પર ગયો અને પછી ક્રિસ રોકને મુક્કો માર્યો.

ક્રિસ રૉક એ ફિલ્મ G.I.Janeને લઇ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. તેમણે જેડાની ટાલ અંગે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે તેની ટાલ હોવાના કારણે તેને આ ફિલ્મમાં લેવામાં આવી છે.

જેડાએ ફિલ્મ માટે તેના વાળ કપાવ્યા ન હતા. પરંતુ તે એલોપેસીયા નામની ટાલ પડવાની બીમારી સામે લડી રહી છે તેથી તેણે તેના વાળ કપાવી નાંખ્યા છે. વિલને તેની પત્નીની આ રીતે મજાક ઉડાવવાનું પસંદ નહોતું અને તેણે ચાલુ શોમાં ક્રિસને મુક્કો મારીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

સ્વાભાવિક છે કે આનાથી દરેકના હોંશ ઉડી ગયા. મુક્કો માર્યા બાદ ક્રિસ રોક થોડીવાર માટે ઉભો રહ્યો. વિલે તેને કહ્યું કે મારી પત્નીનું નામ તેના મોંમાંથી ફરીથી ના લે અને ક્રિસે જવાબ આપ્યો કે તે નહીં કરે.

ઑસ્કાર 2022 સમારોહમાં સામેલ લોકોની સાથે ટીવી પર ઈવેન્ટ જોઈ રહેલા લોકો પણ ચોંકી ગયા હતા. થોડી જ મિનિટોમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા. બંનેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *