ઓરલ સંભોગ કરવાથી થાય છે આટલા બધા નુકસાન, ચેતી જજો

social

ઓરલ સેક્સથી કપલ એકબીજા સાથે લાગણીના તાંતણે બંધાય છે અને તેમનો માનસિક તણાવ પણ દૂર થાય છે. જોકે જેમ ઓરલ સેક્સના ફાયદા હોય છે, તેમ તેનાં નુકશાન પણ છે. ઓરલ સેક્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ નથી.

ઘણા લોકો સેક્સમાં વિવિધતા માટે ઓરલ સેક્સ માણતા હોય છે, પરંતુ કેટલીક વાર આ મસ્તી ઘાતક પણ બની જતી હોય છે.

તમને જણાવી દઇએ કે, જે સ્ત્રીની યોનીમાં યીસ્ટ ઇન્ફેક્શન થયું હોય તેની સાથે ઓરલ સેક્સ માણવાથી પુરૂષને પણ યીસ્ટ ઇન્ફેક્શન થઈ શકે છે. આ સાથે ઓરલ સેક્સ એક કરતાં વધુ પાર્ટનરો સાથે માણવાથી પણ કેન્સરની સંભાવના વધી જાય છે.

મહિલા અને પુરૂષ બંન્નેમાંથી કોઇ એકને પણ કોઇ ચેપી રોગ થયો હોય તો, ઓરલ સેક્સથી તે ફેલાવાની શક્યતા વધી જાય છે. મહિલા પિરિયડ્સમાં હોય અને આ સમયે ઓરલ સેક્સ માણવામાં આવે તો પણ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

જો કે એક સશોધનમાં જાણવા મળ્યું છે કે, મોંના અને ગળાના કેન્સર પાછળ એક કારણ ઓરલ સેક્સ પણ છે. ઓરલ સેક્સના કારણે પૈપીલોમા નામનો કેન્સરનો વાયરસ મોંમાં અને ગળામાં ફેલાય છે.

તેનાથી બચવા યુવાનોએ એચપીવી સંક્રમણ રોકવાની રસી લેવાની રહે છે. ઓરલ સેક્સથી કોઇ ભયંકર બિમારી તો નથી થઈ શકતી પરંતુ જો સાફ સફાઇમાં ધ્યાન રાખવામાં ના આવે તો સમસ્યા ચોક્કસ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *