ઓમીક્રોનના પ્રતાપે નખ, ચામડી અને હોઠનો ભૂરો થઇ જતો રંગ

GUJARAT

અમેરિકન સેન્ટર ફોર ડીસીઝ એન્ડ પ્રિવેન્શન કંટ્રોલના જણાવ્યા અનુસાર આપણે પીળા કે ભૂરા પડી જતા નખ, ચામડી અને હોઠ પર ધ્યાન આપવું જોઈએ. આવું કહેવા પાછળનું કારણ એ છે કે ભૂરા કે મૃત જેવા દેખાતા ચામડીના રંગમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછુ હોય છે. હાલમાં ઓમીક્રોનના અલગ અલગ લક્ષણો સામે આવી રહ્યા છે ત્યારે શરીરની કોઈપણ અસામાન્ય પરિસ્થિતિ નજર અંદાજ કરવી ભૂલ ભરેલી સાબિત થઇ શકે છે.

કફ, તાવ અને ઉધરસ જેવા લક્ષણો ઉપરાંત પણ જો જરૂર લાગે તો દર્દીઓએ અન્ય લક્ષણો માટે પણ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. ખાસ કરીને ત્યારે જયારે તમારા કુદરતી ચામડી, નખ કે હોઠનો રંગ બદલાઈ જાય છે. અમેરિકન સેન્ટર ફોર ડીસીઝ એન્ડ પ્રિવેન્શન કંટ્રોલના જણાવ્યા અનુસાર કોરોનાના નવા સ્ટ્રેઇનના લક્ષણોમાં ખુબ વિવિધતા જોવા મળી રહી છે. તેમના દ્વારા આ લક્ષણોને તાત્કાલિક ધ્યાન દેવા લાયક લક્ષણો તરીકે ગણાવ્યા છે. જેની માટે તરત જ સારવાર લેવી જરૂરી બને છે.

સતત થાક લગાવો પણ ઓમીક્રોનનું જ લક્ષણ

આ ઉપરાંત સંક્રમણના લીધે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં ગભરામણ, સુવાની તકલીફ વગેરેનો પણ સમાવેશ થાય છે. સાઉથ આફ્રિકન મેડીકલ એસોસિએશનના ચેરમેનના જણાવ્યા અનુસાર કોઈપણ ઉમરના લોકોને સતત થાક લાગવો પણ ઓમીક્રોનનું જ એક લક્ષણ છે.

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓમાં ઓક્સીજનના પ્રમાણમાં અચાનક જે ખુબ મોટો ફેરફાર જોવા મળ્યો હતો તેમ હાલમાં સંક્રમિત દર્દીઓમાં પણ ઓક્સીજનનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. ઓમીક્રોનના નવા આવેલા દર્દીઓમાં સ્વાદ લેવાની ક્ષમતા જતી રહેવી કે સુગંધ લેવાની ક્ષમતા ન રહેવી જેવા લક્ષણો જોવા મળ્યા નથી. જોકે કેટલાક દર્દીઓ દ્વારા ગળામાં દુઃખાવાની ફરિયાદો આવતી રહે છે. ડોકટરો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઓમીક્રોન વેરીઅન્ટના લક્ષણો ડેલ્ટા વેરીઅન્ટના લક્ષણો જેવા જ હશે. આ બંને વેરીઅન્ટના લક્ષણો કોરોનાના લક્ષણો કરતા કેટલીક અંશે અલગ અલગ તરી આવે છે. ભારતમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા હોવાથી કોઈપણ લક્ષણો પર આંખ આડા કાન કરીને સંક્રમિત વ્યક્તિનું સ્વાસ્થ્ય વધારે ખરાબ થઇ શકે છે. ખાસ કરીને પીળા પડી ગયેલા શરીરના અંગો પર ધ્યાન આપીને ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published.