ઓમિક્રોન 12 કલાકમાં ફેફસામાં પ્રવેશે છે, આ લક્ષણો હોય તો ચેતજો

COVID 19

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, ગુજરાતમાં પણ આ નવા વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે, ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે, આ સ્થિતિને જોતાં તબીબો માને છે કે, જાન્યુઆરી મહિનામાં કોરોના ફરી એક વાર વકરે તેવી શક્યતા રહેલી છે અને ફેબ્રુઆરી અંત સુધી ધીમે પડે તેમ છે.

ઓમિક્રોન વેરિઅન્ટ 12 કલાકે ફેફસાં સુધી પહોંચે

નવો વેરિઅન્ટ ઓમિક્રોન ખૂબ ઝડપથી એકબીજાને સંક્રમિત કરે છે, જોકે મોટે ભાગે માઈલ્ડ પ્રકારના લક્ષણો હોય છે, નવા વેરિએન્ટમાં શરદી-ખાંસીની સાથે હાથ-પગ-માથામાં દુઃખાવો અને અશક્તિ જેવા લક્ષણો સામે આવ્યા છે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ 12 કલાકે ફેફસાં સુધી પહોંચે છે, અલબત્ત, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું નથી, તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ અને અન્ય તબીબોનું કહેવું છે.

7-8 કલાકે વાઇરસ ફેફસાં સુધી અસર કરતો હતો

આઈએમએ સાથે સંકળાયેલા આ તબીબો કહે છે કે, કોરોના જાન્યુઆરીમાં પીક પિરિયડ પર આવી શકે છે, જોકે માઈલ્ડ પ્રકારના કેસ હોવાથી ગભરાવાને બદલે કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે, બાળકો પણ કોરોના સંક્રમિત થાય તેવી ભીતિ રહેલી છે, અત્યાર સુધી કોરોના વાઇરસમાં 40 પ્રકારના ચેન્જીસ જોવા મળ્યા છે, પહેલા સાતમા દિવસે એ પછી ત્રીજા દિવસે અને એ પછી 7-8 કલાકે વાઇરસ ફેફસાં સુધી અસર કરતો હતો.

ક્વોરન્ટાઈન સહિતની પ્રક્રિયા કડક

પરંતુ ઓમિક્રોન વાઇરસ 12 કલાકે ફેફસાં સુધી પહોંચે છે. વાયરસના મ્યુટેશનના કારણે એન્ટિબોડી પણ કામ કરતી નથી, જે લોકો ઉંમર લાયક છે કે પછી કેન્સર, ડાયાબિટીસ સહિતની બીમારીથી પીડાય છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હોય તેવા લોકોને વધુ અસર કરે છે, ગત જાન્યુઆરી 2020માં કોવિડની શરૂઆત થઈ હતી પરંતુ પિક પીરિયડ સપ્ટેમ્બરમાં આવ્યો હતો, ઓમીક્રોનમાં એક જ મહિનામાં પિક પિરિયડ આવે તેવી ભીતિ રહેલી છે. કોરોનાથી બચવા માટે વિદેશથી જે લોકો આવી રહ્યા છે તેમનું સઘન ચેકિંગ, ક્વોરન્ટાઈન સહિતની પ્રક્રિયા કડક રીતે થાય તો બચી શકાય તેમ છે.

દક્ષિણ આફ્રિકામાં માંડ સાત ટકા જેટલું જ રસીકરણ

આઈએમએ સાથે સંકળાયેલા તબીબો બૂસ્ટર ડોઝ શરૂ કરવા માગણી કરી છે, તેમના કહેવા પ્રમાણે માની લો કે કોઈ વ્યક્તિએ કોવિશીલ્ડના બે ડોઝ લીધા હોય તો તેમણે કો-વેક્સિન રસી લેવી જોઈએ, આનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સથી તેની શરૂઆત થવી જોઈએ. કદાચ ભવિષ્યમાં જરૂર પડયે દર વર્ષે રસી લેવી પડે તેવું પણ બની શકે. દક્ષિણ આફ્રિકામાં માંડ સાત ટકા જેટલું જ રસીકરણ થયું છે, જેને કારણે ત્યાં અત્યારે કોરોનાએ તોફાન મચાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *