ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ છે. આજે નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતા છે. નાનામાં નાના દેશથી લઈને મોટા મોટા દેશોમાં પીએમ મોદીના ચાહકો છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસના ખાસ પ્રસંગે અમે તમને વડાપ્રધાન બનવા પાછળ થયેલી એક જુની ભવિષ્યવાણીની વાત કરવા જઈ રહ્યા છીએ. જી હાં વર્ષો પહેલા પીએમ મોદી વડાપ્રધાન બનશે તેવી ભવિષ્યવાણી થઈ ગઈ હતી. કદાચ તમને આ જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સત્ય છે. થોડીવાર માટે તમને આશ્ચર્ય પણ થશે. પરંતુ આ ભવિષ્યવાણી જાણીતા ભવિષ્યકાર નાસ્ત્રેદેમસ દ્વારા કરવામાં આવી હતી.
ફ્રેન્ચ ભવિષ્યકાર નાસ્ત્રેદેમસ અંગે દુનિયા આખી જાણે છે. તેમણે પોતાના પ્રખ્યાત પુસ્તક ‘ધી પ્રોફેસીજ’માં ભવિષ્યની કેટલીય મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. પ્રખ્યાત કોલમ્નિસ્ટ ફ્રેંકોઈઝ ગોટિયરના મતે નાસ્ત્રેદેમસે ભારતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીની જીત અંગે ભવિષ્યવાણી કરી હતી.
ફ્રેંકોઈઝએ પોતાના બ્લોગમાં આ અંગે લખ્યું છે. તેણે જણાવ્યું છે કે પ્રખ્યાત ફ્રેન્ચ સ્કોલર બેમ્પરેલ ડે લા રોશફોકોલ્ટને એક જુના સંદૂકમાંથી કેટલાક જુના દસ્તાવેજો મળ્યા હતા. જે તેમણે 1876માં બોર્દોના એક દુકાનદારને વેચ્યા હતાં. બેમ્પરેલના મતે આ દસ્તાવેજો લેટિન ભાષામાં લખાયેલા હતા અને તે નાસ્ત્રેદમસના હતા. ઉલ્લેખનીય છે કે નાસ્ત્રેદેમસે પોતાના પુસ્તક ‘ધી પ્રોફેસિજ’માં ફ્રેન્ચ રિવોલ્યુશન, પરમાણુ હુમલાઓ, એડલ્ટ હિટલર તેમજ 9/11ના હુમલાઓ અંગે ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ હતી.
લગભગ 450 વર્ષ પહેલા ભવિષ્યવેત્તા માઇકલ દિ નાસ્ત્રેદમસે આગાહી કરી હતી કે 2014થી 2026 સુધીમાં એક એવો વ્યક્તિ આવશે જે ભારતને ઊંચા સ્તરે લઈ જશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી બિલકુલ સાચી પડી કેમ કે ભારતને એક એવા PM 2014માં મળ્યા. જોકે આ ભવિષ્યવાણીમાં વધુ એક વાત જણાવાઈ છે કે PM નરેન્દ્ર મોદી 2026 સુધી જ વડાપ્રધાન પદ પર રહેશે. આગાહી કરી હતી કે વર્ષ 2014 થી 2026 સુધી ભારતનું પ્રતિનિધિત્વ એક વ્યક્તિ કરશે જેને દેશના લોકો એટલો પ્રેમ કરશે કે તે ઘણા વર્ષો સુધી ભારતના વડાપ્રધાન રહેશે. કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બને છે તો તે વ્યક્તિને નિર્ધારિત સમય સુધી વડાપ્રધાન બનવાની તક આપવામાં આવે છે. એવો નિયમ બનાવાયો છે કે કોઈપણ વ્યક્તિ 75 વર્ષ સુધી જ વડાપ્રધાન બની શકે છે. એવામાં અમે તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉંમર 70 વર્ષની છે. તેથી તેઓ આગામી 5 વર્ષમાં આ પદ પરથી નિવૃત્ત થઈ જશે. એવામાં 2026 આવશે અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી પડશે.
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નિયમ બનાવાયો છે. જો કોઈપણ પ્રધાનમંત્રી 75 વર્ષથી વધુ ઉંમરના થાય તો તેમણે રાજીનામું આપવું પડે છે. 2014માં નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર વડાપ્રધાન બન્યા, ત્યારે એક બાબતની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી તે મહાન ફ્રેન્ચ પ્રબોધક નાસ્ત્રેદમસની આગાહી હતી. ફરી એકવાર તેની આગાહી ચર્ચામાં છે.
ફ્રેન્ચ કટારલેખક ફ્રાંકોઇસ ગૌટીરે 9 મેના રોજ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. તેમણે ભાજપ માટે ત્રણસો બેઠકો મેળવવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ ભારત નિર્ણાયક અને શાંતિદૂતની ભૂમિકા ભજવશે અને વિભીષકાથી ઉભરવામાં મદદ કરશે. આ દરમિયાન ભારત મહાગુરૂ તરીકે ઓળખાશે. આ ભવિષ્યવાણીમાં કોઇ મહાન નેતા દ્વારા વધુ સંકેત આપવામાં આવશે જે વિશ્વના પ્રિય નેતા હશે. આ નેતાનો જન્મ કયા દેશમાં થશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલા માટે ભારત સહિત અનેક દેશ અને તેને પોત-પોતાના નેતા સાથે જોડીને જુએ છે.