ઓ બાપરે… રાજ કુન્દ્રાએ શિલ્પાના નામે કરી કરોડોની સંપતિ, જાણો

BOLLYWOOD

બિઝનેસમેન રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના કેસમાં ફસાયા બાદ પણ સતત ચર્ચામાં છે. આ વખતે રાજ કુન્દ્રા પોતાની પ્રોપર્ટીને લઈને ચર્ચામાં છે, જે તેણે પત્ની શિલ્પા શેટ્ટીના નામે ટ્રાન્સફર કરી છે. રાજ કુન્દ્રાએ અચાનક આ પગલું કેમ ભર્યું અને કયા કારણોસર આ સવાલનો જવાબ હાલ કોઈની પાસે નથી.

પત્નીના નામે કરોડોની સંપત્તિ

મળતી માહિતી અનુસાર બિઝનેસમેન રાજ કુન્દ્રાએ મુંબઈમાં ફ્લેટ પત્ની શિલ્પા શેટ્ટીના નામે રાખ્યા છે. જો તમે વિચારી રહ્યા હોવ કે રાજ કુન્દ્રાએ શિલ્પાના નામે એક જ ફ્લેટ કર્યો હશે, તો એવું નથી. રાજ કુન્દ્રાએ એક-બે નહીં પરંતુ પાંચ ફ્લેટ શિલ્પા શેટ્ટીના નામે ટ્રાન્સફર કર્યા છે. રાજ કુન્દ્રાએ આ ફ્લેટ જુહુમાં ઓશન વ્યૂ નામની બિલ્ડિંગમાં લીધા હતા. Squarefeatindia.comના સ્થાપક વરુણ સિંહે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. રાજ કુન્દ્રાની આ પ્રોપર્ટીની કિંમત 38.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ 5,995 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો શિલ્પા અને રાજનો આ બંગલો જુહુના ગાંધીગ્રામમાં છે. શિલ્પા શેટ્ટીએ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવા માટે રૂ. 1.9 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે, જેની નોંધણી 21 જાન્યુઆરી, 2022ના રોજ કરવામાં આવી છે. તમારી જેમ દરેકને આશ્ચર્ય થશે કે રાજ કુન્દ્રાએ અચાનક આવો નિર્ણય કેમ લીધો?

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફી બનાવવાનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ તેની તરત જ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં રાજ કુન્દ્રા લગભગ 2 મહિના જેલમાં રહ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ રાજ કુન્દ્રાએ લાંબા સમય સુધી સોશિયલ મીડિયાથી દૂરી બનાવી લીધી હતી. પરંતુ સમય સાથે તેઓ ખરાબ દિવસોને ભૂલીને આગળ વધી રહ્યા છે જે જરૂરી પણ છે.

Leave a Reply

Your email address will not be published.