નોરા ફતેહી દુબઈમાં વ્હાઇટ લાયન સાથે ફોટો લેતી જોવા મળી

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી આજકાલ દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. દુબઈના વિવિધ લોકેશન પર લટાર મારતા સમયની તસવીરો નોરા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરી રહી છે.

તાજેતરમાં નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી દુબઈમાં એક ઝૂની મુલાકાત સમયની કેટલીક તસવીરો અને વીડિયોઝ શેર કર્યા હતાં.નોરાએ શેર કરેલી તસવીરોમાં તે વ્હાઈટ સિંહ સાથે દેખાય છે.

તસવીરોની સાથે નોરાએ સિંહને દૂધ પીવડાવતો એક વીડિયો પણ શેર કર્યો છે. અત્યાર સુધી નોરાની ગ્લેમરસ તસવીરો અને બેલે ડાન્સના વીડિયો જોતા ફેન્સને એકદમ જ સિંહ સાથેની તસવીરો જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા.

નોરાની આ તસવીરો પર સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા લાખોમાં લાઈક્સ આપવામાં આવી હતી. આ સાથે નોરા ફતેહીના બાય હાર્ટ ફ્રેન્સ દ્વારા એવી પણ કોમેન્ટ્સ કરવામાં આવી હતી કે બે વ્હાઈટ સિંહણ સાથે એક બોલિવૂડની સિંહણ.

આ પ્રકારની કોમેન્ટ્સનો વરસાદ વરસતા નોરાની સિંહ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. આ તસવીરને શેર કરતા એક્ટ્રેસે લખ્યું, ‘હવેથી સિંહણવાળી એનર્જી જોવા મળશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *