નોંધીલો રક્ષાબંધનની તારીખ અને મુહૂર્ત, આ સમય સુધી ભદ્રાને કારણે અશુભ

about

શ્રાવણ શરૂ થતાં જ બહેનો આ મહિનાની પૂર્ણિમાની રાહ જોવા લાગે છે. પૂર્ણિમા પર ભાઇના જમણા કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે. ભાઇની અંધારે અજવાળે રક્ષાની કામના કરે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની રક્ષા માટે કામના કરે છે.

પોતાના ભાઈઓની રક્ષા કરવાની ઈચ્છા સાથે તે પોતાના સંબંધોને પણ મજબૂત બનાવે છે. રક્ષાબંધનની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ વખતે રક્ષાબંધનની તારીખને લઈને મૂંઝવણ છે કે રક્ષાબંધન 30મી કે 31મી ઓગસ્ટે કયા દિવસે ઉજવવામાં આવશે. આ સાથે જ આ દિવસે ભાદ્રાનો સાયો પણ છે, તો ચાલો જાણીએ કે કયા દિવસે અને કયા શુભ મુહૂર્તમાં રાખડી બાંધવી શ્રેષ્ઠ રહેશે.

આ ભદ્રા એટલે શું?

ભદ્રામાં કેટલાક સંસ્કારો અને કાર્યો પર પ્રતિબંધ છે, જેમાંથી એક રક્ષાબંધન છે. તેથી જ ભદ્રા વિશે જાણવું જરૂરી છે. એક તિથિમાં બે કરણ હોય છે. જ્યારે વિષ્ટિ નામનું કરણ આવે, ત્યારે તેને ભદ્રા કહેવાય.

ભદ્રાનું ધામ

જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે. જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે. જ્યારે ચંદ્ર કન્યા, તુલા, ધન કે મકર રાશિમાં સ્થિત હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાં રહે છે. ભદ્રા જ્યાં રહે છે તે જગતમાં અસરકારક રહે છે. આમ, જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અથવા મીન રાશિમાં હોય ત્યારે જ તેની અસર પૃથ્વી પર થશે અન્યથા નહીં.

રક્ષાબંધન ક્યારે છે – 30 કે 31 ઓગસ્ટે?

શ્રાવણ પૂર્ણિમા 30 ઓગસ્ટે સવારે 10.58 કલાકે શરૂ થશે. આ સમયે વિષ્ટિ કરણ ચાલુ રહેશે. આ દિવસે સવારે 10.19 કલાકે ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે ભદ્રા પૃથ્વી પર નિવાસ કરશે. 30 ઓગસ્ટે રાત્રે 9.00 કલાકે વિષ્ટિ કરણ 1 મિનિટ સુધી ચાલુ રહેશે. આ પછી કરણ બદલાઈ જશે.31 ઓગસ્ટના રોજ સવારે 07.07 વાગ્યા સુધી પૂર્ણિમા રહેશે. જો કે આ સમયે ચંદ્ર પણ કુંભ રાશિમાં રહેશે, પરંતુ વિષ્ટિ કરણ રહેશે નહીં. એટલા માટે 31 ઓગસ્ટના રોજ સવારે 7:00 વાગ્યા પહેલા રક્ષા સૂત્ર બાંધવાનો શ્રેષ્ઠ સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *