ચિલોડામાં રહેતા યુવકે પ્રેમજાળમાં ફ્સાવીને નિકોલમાં રહેતી યુવતીને અવાર નવાર પૈસાની માંગણીઓ કરતો હતો. જેથી યુવતીએ યુવક સાથે પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા. બાદમાં યુવકે યુવતીને ધમકીઓ આપીને છેલ્લા દોઢ વર્ષથી અલગ અલગ જગ્યાએ લઇ જઇને યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો.
યુવકથી કંટાળી જઇને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. આ અંગે યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં યુવક સામે દુષ્કર્મની ફ્રિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
નિકોલમાં વિસ્તારમાં યુવતી તેના પરિવારજનો સાથે રહે છે. લોકડાઉન સમયે યુવતી ઘરે બેસીને સોશિયલ મિડીયાનો વધારે ઉપયોગ કરતી હતી. આ દરમ્યાન ચિલોડામાં રહેતા એક યુવક સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા થઇ હતી.
યુવક અવાર નવાર મળવા બોલાવીને યુવતી પાસે પૈસાની માંગણીઓ કરતો હતો. થોડા સમય બાદ યુવતીને જાણ થઇ કે, તેનો પ્રેમી અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફ્સાવીને તેમની પાસેથી પૈસા ખંખેરીને છોડી દેતો હતો.
જેથી યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. એક દિવસ યુવતીએ ના પાડતા પ્રેમીએ ધમકી આપી કે, જો તુ મારી સાથે હોટલમાં નહીં આવે તો તારી સગાઈ તોડાવી દઈશ અને તારા નાના ભાઈને જાનથી મારી નાખીશ. આથી ગભરાઈ ગયેલી યુવતીએ નિકોલમાં ફરિયાદ નોંધાવી છે.