નવો દાવ: વિધાનસભા ચૂંટણી દેખાતા ભાજપે સરકારમાં OBC, SC, ST મંત્રીઓ વધાર્યા, ક્ષત્રિય ઘટ્યાં

GUJARAT

વિધાનસભા ચૂંટણી નજીક આવતા અઢી દાયકાથી શાસનમાં રહેલા ભાજપે સત્તાપલટો કરાવીને સરકારમાં અન્ય પછાત વર્ગ ર્ંમ્ઝ્ર, અનુસૂચિત જાતિ- જીઝ્ર અને અનુસૂચિત જનજાતિ- જીઝ્રનું પ્રતિનિધિત્વ વધાર્યુ છે. મુખ્યમંત્રી પાટીદાર હોવાથી નવી સરકારના કેબિનેટમાં બે જ પાટીદારો મંત્રી રહ્યા છે.

અગાઉ નાયબ મુખ્યમંત્રી સહિત પાંચ પાટીદારો હતા. જો કે, રૃપાણી સરકારની જેમ નવી સરકારમાં પણ ઝ્રસ્ સહિત કુલ ૭ પાટીદરો છે. ગુજરાતમાં આદિવાસી મતદારોને આકર્ષવા ભાજપે પહેલી વખત ૪ સ્ન્છને મંત્રીપદે બેસાડયા છે. ૧૮૨માંથી ૨૭ જી્ રિઝર્વ બેઠકો છે. લગભગ એક દાયકા બાદ જીઝ્ર સમુહમાંથી બે મંત્રીઓ આવ્યા છે. આ સમુહની ૧૩ રિર્ઝવ બેઠક છે.

૧૪૭ જ્ઞાાતિઓમાં વહેંચાયેલા ર્ંમ્ઝ્ર સમુહના મંત્રીની સંખ્યામાં એકનો વધારો થયો છે. રૃપાણી સરકારમાં ચાર ક્ષત્રિય હતા. નવી સરકારમાં એકનો જ સમાવેશ થયો છે. જો કે, ભાજપની સરકારમાં પહેલીવાર અનાવિલને મંત્રીપદ મળ્યુ છે.

નીમા આચાર્યને બનવું હતું મંત્રી, પણ સ્પીકર બનાવી દેવાયા ા વર્ષોથી કચ્છ જિલ્લામાં વિવિધ બેઠકો ઉપરથી ચૂંટાતા ડો. નીમાબહેન આચાર્ય ગુરુવારે શપથવિધિ સમારોહમાં ડાયસ ઉપર ગવર્નરની હરોળમાં બેઠા હતા, એટલે ભાજપની નવી સરકારમાં તેઓની ભૂમિકા સ્પીકર તરીકેની રહેશે એનો અર્થ નીકળે છે.

છેલ્લે વિધાનસભામાં પણ તેઓ સ્પીકરની પેનલના સભ્ય હતા. મૂળે કોંગ્રેસમાંથી આવેલા આ મહિલા ધારાસભ્યનું એક રીતે તો મંત્રી થવાનું સપનું રોળાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *