નવી પરણેલી દુલ્હને રાત્રે ૧૨ વાગ્યે રૂમમાં બોલાવ્યો બોયફ્રેન્ડને, પછી જે થયું તે જોઇને ચોંકી ગયા..

GUJARAT

પતિ-પત્નીનો સંબંધ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવામાં લગ્ન સમયે બંને જણા વચનો અને કસમો સાથે બંધનમાં બંધાય છે. આવા જ એક લગ્ન ગોરખપુર જિલ્લામાં થયા છે. બે હૃદય એક સાથે જોડાયેલા છે, પરંતુ ભાગ્યે જ કોઈએ અનુમાન લગાવ્યું હોત કે, નવી નવેલી પુત્રવધૂ જે ઘરે આવે છે તે ખુબજ ચાલક અને દિલની કઠોર હશે.

જે પુત્રવધૂના આગમન પર આખું ઘર ખુશ હતું, તે જ ઘરની ખુશી બરબાદ કરશે. કોઈએ આ વિચાર્યું પણ નહોતું. પણ લગ્નના થોડા દિવસ પછી કેમેરામાંથી સત્ય બહાર આવ્યું. તે જોતા જ લોકોના હોંશ ઉડી ગયા. તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશના ગોરખપુરના તુર્કમાનપુર વિસ્તારમાં લગ્ન કર્યાના એક મહિનામાં જ એક સ્ત્રી અન્ય એક યુવક સાથે રૂ. 15 લાખના દાગીના લઇ ફરાર થઈ ગયા.

દુલ્હનની ભાગી જવાની ઘટના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ હતી. પરિવારજનોને આ બનાવની જાણ થતાંની સાથે જ તેમણે 112 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. જે બાદ પરિવારજનોએ રાજઘાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ગુનો નોંધવાની માંગ કરી છે.

મળેલી માહિતી અનુસાર ગોરખપુરના રાજઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના તુર્કમાનપુર પટવારી ટોલામાં રહેતા મનીષ કુશવાહાના લગ્ન 27 એપ્રિલ 2021 ના ​​રોજ તિવારીપુર વિસ્તારના જાફરા બજારની એક યુવતી સાથે થયા હતા. લોકડાઉનના નિયમોને પગલે મનીષ બેેંડબજા સાથે આધારી બાગ સ્થિત લગ્ન મંડપમાં પહોંચ્યો હતો.

જાન પહોંચ્યા પછી, હિન્દુ રિવાજો મુજબ, પહેલા દ્વાર પૂજા પછી વરમાળા અને ત્યારબાદ વર-કન્યાએ સાત ફેરા લીધા. મનિષના ઘરે 29 એપ્રિલે ભોજન સમારંભનો પ્રોગ્રામ કર્યો હતો. જે બાદ કન્યા વિદાય પછી પ્રથમ વખત તેના માતાના ઘરે ગઈ હતી. માત્ર ચાર દિવસ પહેલા જ દુલ્હન તેના માતાના ઘરેથી સાસરે પરત આવી હતી. તેના આગમનના થોડા જ દિવસોમાં તેણે તેની યોજના ઘડી હતી.

27 મેની રાત્રે દુલ્હન તેના મિત્ર અને અન્ય એક યુવક સાથે બપોરના 12 વાગ્યે ઘરેણાં અને રોકડ રકમ લઈને છૂપી રીતે ફરાર થઈ ગઈ હતી. આ અંગે દુલ્હનના પતિ મનીષ કુશવાહાએ જણાવ્યું હતું કે, રાતનો સમય હતો, બધા લોકો સૂઈ ગયા હતા. પરંતુ સવારે તેે જાગ્યો ત્યારે પત્ની ગાયબ હતી.

જેની માહિતી અમે તુરંત જ ડાયલ 112 નંબર પર આપી હતી અને પીઆરવી પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરા જોયા હતા, ત્યારબાદ આખી ઘટના સામે આવી હતી. મનીષેે જણાવ્યું હતું કે તે રોકડ, ઝવેરાત, કપડા અને અન્ય વસ્તુઓ સહિત કુલ 15 લાખ રૂપિયા લઇને ઘરમાંથી ભાગી ગઈ હતી. આ કેસમાં રાજઘાટ પોલીસ તપાસ કરી રહી છે. પત્નીએ પતિના ઘરેથી પૈસા અને ઝવેરાતની ચોરી જ નથી કરી, પરંતુ વિશ્વાસની ચોરી પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *