નવેમ્બરમાં પાંચ ગ્રહોનું ગોચર થતાં 4 રાશિઓના જાતકોને મળશે ભાગ્યનો સાથ

DHARMIK

નવેમ્બરમાં પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે જ્યારે ગુરુની ચાલ બદલાશે. આ મહિને ચંદ્રગ્રહણ થવાનું છે. એવામાં નવેમ્બરનો મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો બની રહેશે. 8 તારીખે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ મેષ રાશિમાં થશે. ગ્રહોના પરિવર્તનની વાત કરીએ તો, 11 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાં સંચાર કરશે. જે બાદ 13 નવેમ્બરે મંગળ વક્રી અવસ્થામાં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.

આ જ દિવસે એટલે કે 13 નવેમ્બરે બુધ પણ રાશિ પરિવર્તન કરીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ 16 નવેમ્બરે સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિમાં થશે. જેનાથી વૃશ્ચિક રાશિમાં બુધાદિત્ય અને લક્ષ્મીનારાયણ યોગ બનશે. જે બાદ મહિનાના અંતે 24 નવેમ્બરે ગુરુ પોતાની રાશિ મીનમાં ચાલ બદલીને માર્ગી થશે. નવેમ્બર મહિનામાં ગ્રહોની સ્થિતિમાં આ ફેરફાર થતાં કઈ-કઈ રાશિના લોકોને લાભની તક મળશે? જાણી લો.

મિથુન
ગ્રહોની ચાલમાં પરિવર્તન આવતાં મિથુન રાશિના જાતકોને આ મહિને લાભ મળી શકે છે. કરિયરના ક્ષેત્રે પદોન્નતિ પ્રાપ્ત કરી શકો છો અને તમારા કામથી સીનિયરોને સંતુષ્ટિ થશે. આ રાશિના વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતાનો વિકાસ થશે જેનાથી શિક્ષણ ક્ષેત્રે સફળતા મળી શકે છે. નોકરિયાત વર્ગના લોકો આ મહિને પોતાના કામ સાચા સમયે કરવામાં સફળ રહેશો. જેથી નોકરીમાં તમારો પક્ષ પ્રબળ થશે. સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળશે. આ મહિને કાર્યક્ષેત્રે તમારા પ્રયાસોનું સંપૂર્ણ ફળ મળશે. જે લોકો નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે.

કર્ક
નવેમ્બરમાં થનારું ગ્રહોનું પરિવર્તન કર્ક રાશિના લોકો માટે લાભદાયક રહેવાનું છે. આ મહિને મીડિયા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો રહેશે. આ મહિને આવકમાં વધારો થઈ શકે છે. જોકે, ખર્ચ પણ વધારે રહેશે પરંતુ આવક સારી થતાં આર્થિક સ્થિતિ પર અસર નહીં પડે.

સિંહ
નવેમ્બરમાં ગ્રહોના રાશિ પરિવર્તનથી સિંહ રાશિના લોકો માટે આ મહિનો વિશેષ ફળદાયી રહેશે. આ મહિને કરિયર ક્ષેત્રે કોઈ ઉપલબ્ધિ મેળવી શકો છો. આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. જો વેપાર કરતાં હો તો સારો નફો મળી શકે છે. માતાપિતાની મદદથી કેટલાક લોકો પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે. નોકરિયાત વર્ગના લોકો સારો દેખાવ કરશે. જેના પરિણામ સ્વરૂપે કોઈ મોટું પદ મળી શકે છે. વેપારી વર્ગને આ મહિને કરેલા રોકાણથી લાભ થશે.

કન્યા
કન્યા રાશિના જાતકોને આ મહિને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. તમે જે પણ કામ શરૂ કરશો તેમાં સફળતા મળી શકે છે. જે લોકો હજી સુધી બેરોજગાર છે તેમને રોજગાર મળી શકે છે. નોકરિયાત વર્ગના કેટલાક જાતકોને આ મહિને મનપસંદ સ્થળે બદલી મળી શકે છે. આ મહિને ધન લાભ પ્રાપ્ત કરવાની કેટલીય તક મળશે. સાથે જ કાર્યક્ષેત્રે સહયોગીઓનો સાથ મળી શકે છે. વેપારી વર્ગના જાતકો માટે પણ મહિનો સારો રહેશે. આ મહિને વેપારમાં પ્રગતિ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *