નવા વર્ષ 2023ના આગમનને થોડા દિવસો બાકી છે. આ વ્યક્તિને નવા વર્ષે અનેક નવી આશાઓ છે. નવા વર્ષમાં ગ્રહ અને નક્ષત્રમાં પરિવર્તનના અનેક યોગ બનવા જઈ રહ્યા છે. આ યોગ કોઈને માટે શુભ તો કોઈને માટે અશુભ હોઈ શકે છે. નવવર્ષ 2023ના પહેલા મહિના જાન્યુઆરીમાં વિપરિત રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે જે કેટલીક રાશિના જાતકોના જીવનમાં ઉન્નતિ અને ખુશહાલી લાવનારું સાબિત થશે. વિપરિત રાજયોગનું નિર્માણ કર્મફળદાતા શનિદેવના રાશિ પરિવર્તનના કારણે થશે. શનિગ્રહ પોતાની રાશિ કુંભમાં ગોચર થશે. તેનાથી વિપરિત રાજયોગનું નિર્માણ થશે. તો જાણો કઈ રાશિને માટે લાભદાયી રહેશે.
ક્યારે યોજાશે આ રાજયોગ
નવા વર્ષે 17 જાન્યુઆરી 2023માં મંગળવારે શનિનું રાશિ પરિવર્તન થશે. આ દિવસે રાતે 08.02 મિનિટે શનિ પોતાની રાશિ કુંભમાં ગોચર થશે. તેનાથી વિપરિત રાજયોગનું નિર્માણ થશે. જ્યોતિષના અનુસાર જ્યારે કુંજળીમાં 6,8, 12માં ભાવમાં સ્વામી યુતિમાં છે તો એવી સ્થિતિમાં વિપરિત રાજયોગ બને છે. આ રાજયોગ ઉન્નતિ, તરક્કી, પદ અને પ્રતિષ્ઠામાં વધારાનું કારક છે.
વિપરિત રાજયોગથી 3 રાશિને લાભ થશે
17 જાન્યુઆરીથી યોજાઈ રહેલા વિપરિત રાજયોગના પ્રભાવથી 12 રાશિ પર પ્રભાવ નક્કી છે. તેની સકારાત્મક અસર 3 રાશિના લોકો વૃષભ, તુલા અને ધન પર પડશે. આ 3 રાશિના જાતકોને જીવનમાં સુખદ ફેરફાર જોવા મળશે. જાણો કઈ રાશિ પર કેવી અસર થશે.
વૃષભ
શનિના કુંભ રાશિમાં ગોચર કરવાથી તમારી રાશિના જાતકોની આર્થિક ઉન્નતિનો રસ્તો ખુલશે. શનિના પ્રભાવથી તમારા વિદેશ યાત્રાના યોગ બની શકે છે. તેનાથી આર્થિક લાભ થશે. વિપરિત રાજયોગના કારણે વૃષભ રાશિને પોતાની યોજનામાં સફળતા પ્રાપ્ત થશે.
તુલા
શનિનું રાશિ પરિવર્તન નવા વર્ષમાં તમારી કરિયરને એક નવું મુકામ બની શકે છે. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. બિઝનેસની સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે અને લાભના અનેક અવસર મળશે. તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાન પક્ષથી તમને સારા સમાચાર મળશે.
ધન
નવા વર્ષમાં તમારી શનિની સાડાસાતીની મહાદશા ઉતરી રહી છે. તેનાથી તમને વિપરિત યોગનો લાભ મળશે. તમને પરાક્રમ, સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો અનુભવાશે. કહેવાય છે કે શનિની મહાદશા જ્યારે ઉતરશે તો જાતકને અનેક લાભ મળશે. એવામાં તમારી આવક અને પદમાં વધારો થઈ શકે છે.