નવાબી શોખ પૂરા કરવા પતિએ પત્નીને 1.80 લાખમાં વેચી નાખી

nation

રાજસ્થાનમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. લગ્નના બે મહિના બાદ એક 17 વર્ષના યુવકે પોતાની પત્નીને 1.80 લાખમાં વેચી નાખી. આ મામલે પોલીસે યુવકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે યુવક મૂળ ઓડિશાના બોલાંગીર જિલ્લાનો રહેવાસી છે.

રાજસ્થાનના એક ગામમાં લઈ ગયો

બેલપાડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બુલુ મુંડાએ આ અંગે જણાવ્યું કે, સગીર વયનો યુવક સોશિયલ મીડિયા દ્વારા 24 વર્ષીય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. પછી એકબીજા પ્રેમમાં પડ્યા અને બન્ને પરિવારની સંમતિથી લગ્ન કરી લીધા. લગ્નના બે મહિના બાદ યુવકે આર્થિક કટોકટીની વાત કરીને પોતાની પત્નીને પોતાની સાથે રાયપુર જઈને ઈટોના ભઠ્ઠામાં સાથે કામ કરવા અને સાથે કરવા કહ્યું. પરંતુ તેમ કરવાને બદલે તે રાજસ્થાનના એક ગામમાં લઈ ગયો.

55 વર્ષના આધેડની પત્ની વેચી દીધી

ઓગસ્ટમાં આ કપલ ઈટોના ભઠ્ઠામાં કામ કરવા માટે રાયપુર અને ઝાંસીના રસ્તેથી રાજસ્થાન પહોંચ્યા. જો કે યુવકે પોતાની નવી નોકરીના થોડા દિવસો બાદ જ પત્નીને એક 55 વર્ષીય આધેડને 1 લાખ 80 હજારમાં વેચી નાખી.

પોતાની પત્નીને વેચી નાખ્યા બાદ યુવકે ખાવા પિવામાં બહુ પૈસા ખર્ચ કર્યા અને તે પૈસાથી મોંઘો સ્માર્ટફોન પણ ખરીદ્યો અને પોતાના પિતાને ઓડિશા પરત બોલાવી લીધા. એટલુ જ નહીં તેમણે બધાને એવુ કહ્યું કે મારી પત્ની બીજા સાથે ભાગી ગઈ છે. જો કે છોકરીના પરિવારે તેમની વાત ન માની અને પોલીસમાં ફરિયાદ દાખલ કરી દીધી. ત્યાર બાદ પોલીસે તેમના કોલ રેકોર્ડની તપાસ કરાવી અને તેમને તેના ગરબડી લાગી. ત્યાર બાદ પોલીસ ફરિયાદના આધારે તપાસ કરી અને સમગ્ર વાતનો પર્દાફાશ કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *