સાત એસ્ટેરોઇડની શોધ કરનારી સાત વર્ષની બ્રાઝિલિયન બાળકી નિકોલ ઓલિવિરાને વિશ્વની સૌથી યુવા ખગોળશાસ્ત્રી તરીકે જાહેર કરવામાં આવી છે. અવકાશ અને ખગોળશાસ્ત્રમાં નિકોલની રુચિ ત્યારે જ શરૂ થઈ હતી જ્યારે તેણી માત્ર બે વર્ષની હતી.
નાની બાળકીએ કરી કમાલ
નિકોલે ‘Asteroid Hunt’ સિટીઝન સાયન્સ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો, જે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સર્ચ સહયોગ દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં નાસા પણ સામેલ છે. બ્રાઝિલની ન્યૂઝ એજન્સી અનુસાર, ઓલિવીરાનો ખગોળશાસ્ત્ર પ્રત્યેનો જુસ્સો નાની ઉંમરથી જ અનેકગણો વધી ગયો છે.
વિશ્વની સૌથી યુવા ખગોળશાસ્ત્રી
તમને જણાવી દઇએ કે જ્યારે તેણી બે વર્ષની હતી ત્યારે તેણે તેની માતા પાસેથી સ્ટારની માંગણી કરી હતી. જ્યારે તે તારાઓ પર સંશોધન કરી રહી હતી, ત્યારે તે સ્ટોરાઈડ્સ(asteroid) રમકડા તરીકે જોતી હતી, તે જાણતી નહોતી કે તેણે ખરેખર શું શોધ્યું છે. ઓલિવીરાને તાજેતરમાં બ્રાઝિલના વિજ્ઞાન, તકનીકી મંત્રાલય અને ખગોળ વિજ્ઞાન અને એસ્ટ્રોનોમી પર ઈનોવેશન પહેલા આંતરરાષ્ટ્રીય પરિસંવાદ પર બોલવાની તક મળી હતી.