અમેરિકાની અવકાસ સંસ્થા નાસાએ એક એવા નાના તારાને શોધી કાઢ્યો છે જે આખો લોખંડનો બનેલો છે. તેમાં એટલુ બધુ લોખંડ છે કે, તેને પૃથ્વી પર લાવીને વેચવામાં આવે તો ધરતી પર રહેતા દરેક વ્યક્તિને લગભગ 1 મિલિયન પાઉંડ એટલે કે 9621 કરોડ રૂપિયા ભાગમાં આવે.
નાસાએ આ તારાનું નામ 16 સાઈકી (16 Psyche) રાખ્યું છે. આ આખા તારામાં રહેલા લોખંદની કુલ કિંમત લગભગ 8000 ક્વૉડ્રિલિયન પાઉંડ એટલે કે ગણતા પણ થાકી જવાય તેટલી છે. આ કિંમત 8000 પાછળ 15 શૂન્ય લગાવવાથી જેટલી રકમ થાય તેટલી બધી છે.
એક અહેવાલ પ્રમાણે 8000 ક્વોડ્રિલિયન પાઉંડ (8,000,000,000,000,000,000 પાઉંડ) એટલે કે ધરતી પર રહેલા દરેક વ્યક્તિને 1 બિલિયન પાઉંડ એટલે કે 9621 કરોદ રૂપિયા મળે. આ કિંમત એક એ એક માત્ર નાના તારામાં રહેલા લોખંડની છે.
નાસાએ સ્પેસ એક્સના માલિક એલન મસ્કની મદદ માંગી છે અને કહ્યું છે કે, તેઓ આ તારા પર રહેલા લોખંડની તપાસ માટે પોતાના અવકાશ મિશન શરૂ કરે. આ તારાનો વ્યાસ 226 કિલોમીટર છે. ત્યાં એક દિવસ 4.196 કલાકનો હોય છે.
આ તારાનું વજન ધરતીના ચંદ્રના વજનનો લગભગ 1 ટકો જ છે. પણ તે તારો જ આખો લોખંડનો બનેલો છે. આ તારો મંગળ અને ગુરૂની વચ્ચે છે. નાસાનું કહેવું છે કે, આ તારાને ધરતીની નજીક લાવવાની હાલ કોઈ જ યોજના નથી. પરંતુ તેના પર પહોંચીને લોખંદની તપાસ કરવાની યોજના જરૂરથી બનાવવામાં આવી રહી છે. જો સ્પેસ એક્સ પોતાના અવકાશયાનથી કોઈ રોબોટિક મિશન આ તારા સુધી મોકલે તો ત્યાં જઈને અધ્યયન કરીને પાછા આવવામાં સાત વર્ષ લાગી જશે.