નર્મદા કિનારે છે 105 એકરમાં બનેલું આ ભવ્ય મંદિર જેને જોવા ભારત જ નહીં પરંતુ વિદેશથી આવે છે લોકો……

Uncategorized

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અનેક મંદિરો ફેમસ છે ત્યારે વડોદરામાં પોઈચા ગામમાં નીલકંઠ ધામ એક ફેમસ ટૂરિસ્ટ સ્પોટ છે. અહીં ફરતી સમયે તમને મંદિર નહીં પણ મહેલનો અનુભવ થશે. અહીંની ઈમારત, મંદિરની નીચે વહેતી નર્મદાની લહેર અને ખાસ પ્રકારની ભગવાનની પ્રતિમાઓના કારણે પણ આ મંદિર ટૂરિસ્ટ અને શ્રદ્ધાળુઓમાં આકર્ષણ ધરાવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે નર્મદા કિનારે આવેલું છે નીલકંઠ ધામ,બની ચૂક્યું છે શ્રદ્ધાળુઓ સહિત ટૂરિસ્ટમાં પણ ફેમસ,ખાસ પ્રકારની ભગવાનની પ્રતિમાના કારણે આવે છે શ્ર્દ્ધાળુઓ દર્શનાર્થે, ગુજરાતમાં આમ તો અનેક મંદિરો પ્રખ્યાત છે. પરંતુ પોઈચા ગામમાં આવેલું નીલકંઠ ધામ સ્વામીનારાયણ મંદિર પર્યટકોમાં ઘણું જાણીતું છે. આ મંદિર ભરુચથી 80 કિમી અને વડોદરાથી 60 કિમીના અંતરે આવેલું છે.

મિત્રો નર્મદા નદીના કિનારે બનેલું આ મંદિર લગભગ 105 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ મંદિરનું નિર્માણ સ્વામીનારાયણ ગુરુકૂળ રાજકોટ દ્વારા કરાયું છે. અહીં ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ સ્થાપિત કરાઈ છે. આ મંદિરનું પરિસર પણ આકર્ષક છે. તેમાં ભગવાન ગણેશ, શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાઈ છે. અહીં મંદિરની ઈમારતની વચ્ચે સરોવર બન્યું છે. આ સાથે જ અહીં અનેક નાના મંદિરો પણ છે.

મિત્રો આ કારણે શ્રદ્ધાળુઓ અહીં અવાર નવાર આવવાનું અને દર્શનનો લાભ લેવાનું પણ પસંદ કરી રહ્યા છે. આ કારણે મંદિરમાં રહે છે શ્રદ્ધાળુઓની ભીડ, મંદિરનું પરિસર કોઈ મહેલ જેવું તૈયાર કરાયું છે. મંદિરની નીચેની તરફ વહેતી નર્મદા નદીમાં ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની ભીડ સવારથી ભેગી થાય છે. અંધારું થાય ત્યારે મંદિરને અલગ જ પ્રકારની લાઈટિંગથી સજાવવામાં આવે છે.

મિત્રો આ સજાવટ અને લાઈટિંગથી મંદિરની સુંદરતા ઘણી વધી જાય છે. રાતે અહીં લાઈટ શોનો કાર્યક્રમ પણ યોજાય છે. મંદિરમાં દર્શનનો સમય.સવારે 9.30થી રાતે 8.00 સુધી.આરતીનો સમય – સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી.અભિષેકનો સમય, સવારે 5.30.વાગ્યાથી 6 વાગ્યા સુધી.લાઈટ શોનો સમય – સાંજે 7 વાગ્યાથી.મંદિરમાં છે આ ખાસ સુવિધાઓ પણ, જો તમે સવારથી આ મંદિર પહોંચી ચૂક્યા છો અને તમને ભૂખ પણ લાગી છે તો તમારે કશે બહાર જવાની જરૂર નથી. તમે મંદિરના પરિસરમાં આવેલા ફૂડ કોર્ટની મજા લઈ શકો છો.

મિત્રો તમે જો બહારથી આવ્યા છો તો તમારા માટે રૂમ બુક કરાવવાની સુવિધા પણ છે, તમે (+91) 9925033499 પર ફોન કરી શકો છો અને સાથે જ તમારા રહેવાની પણ વ્યવસ્થા સરળતાથી કરી શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મંદિર રાતના 9.30 વાગે બંધ થઈ જાય છે.પોઈચા મંદિરની ઈમારતો, મંદિરની બાજુમાં વહેતી નર્મદા લહેર અને ખાસ પ્રકારની ભગવાનની પ્રતિમાઓને કારણે પણ આ મંદિર ટૂરિસ્ટ અને શ્રદ્ધાળુઓમાં આકર્ષણ ધરાવે છે. આ મંદિર પરિસરમાં કુલ 108 ગૌમુખ છે, જેમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે છે.

મિત્રો મંદિરની ખાસિયત અહીંની સાંજની આરતી છે. જ્યારે આખા મંદિર પરિસરને શણગારવામાં આવે છે. મંદિરમાં 1100થી વધુ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.ગુજરાતમાં ઘણાં મંદિરો ફેમસ છે પરંતુ પોઈચા ગામમાં આવેલું નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ટૂરિસ્ટોમાં બહુ જ જાણીતું છું. ખુણે ખુણેથી આ મંદિરના દર્શન કરવા લોકો આવતાં હોય છે. આ મંદિર ભરૂચથી 80 કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. નર્મદા નદી કિનારે બનેલું આ નિલકંઠ ધામ લગભગ 105 એકરમાં ફેલાયેલું છે.

મિત્રો આ મંદિરનું નિર્માણ સ્વામીનારાયણ ગુરુકૂળ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે. અહીં ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરનું પરિસર પણ આકર્ષક છે. તેમાં ભગવાન ગણેશ, શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.અહીં મંદિરની ઈમારતની વચ્ચે સરોવર બનાવવામાં આવેલું છે. આ સાથે જ અહીં અનેક નાના મંદિરો પણ છે. આ કારણે શ્રદ્ધાળુઓ અહીં અવાર નવાર આવવાનું અને દર્શનનો લાભ લેવાનું પણ પસંદ કરી રહ્યા છે.

મિત્રો મંદિરનું પરિસર કોઈ મહેલ જેવું તૈયાર કરાયું છે. મંદિરની નીચેની તરફ વહેતી નર્મદા નદીમાં ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની ભીડ સવારથી ભેગી થાય છે. અંધારું થાય ત્યારે મંદિરને અલગ જ પ્રકારની લાઈટિંગથી સજાવવામાં આવે છે. આ સજાવટ અને લાઈટિંગથી મંદિરની સુંદરતા ઘણી વધી જાય છે. રાતે અહીં લાઈટ શોનો કાર્યક્રમ પણ યોજાય છે.આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે.

વડોદરાથી રાજપીપળા તરફ આશરે 61 કીલોમીટરનાં અંતરે નર્મદા નદીના કિનારે 2013માં બનાવાયેલા આ મંદિરે તહેવારો અને રજાઓના દિવસોમાં પ્રવાસીઓનું કીડીયારુ ઉભરાય છે. નીલકંઠ ધામ આજુબાજુ અને અન્ય વિસ્તારના લોકો માટે એક દિવસીય પ્રવાસ માટે ફેવરીટ ડેસ્ટીનેશન બની રહ્યું છે. શનિ-રવિની રજાઓ કે તહેવારોમાં તો અમદાવાદથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આ મંદિરના દર્શને જાય છે. નિલકંઠ ધામના મુખ્યમંદિરમાં શેષનાગ સાથે વિષ્ણુ, ગણેશજી સહિતના મંદિરો આવેલા છે. ઈજનેરી કૌશલ્ય કળા સમા આ મંદિરમાં 108 ગૌમુખ છે, જેમાં સ્નાન કરી શકાય છે. સાંજની આરતીમાં હાથી સાથે સવારી નીકળે છે. અને મંદિર રંગબેરંગી રોશની સાથે ઝગમગી ઉઠે છે. આ નજારો મંદિરની શોભામાં ચાર ચાંદ લગાવે છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરની ગાદી અહીંનો વહીવટ સંભાળે છે.

મંદિર આગળ પાર્કીંગની સરસ વ્યવસ્થા છે. બાળકોને રમવા માટે મેદાન છે. રહેવા જમવાની વ્યવસ્થા છે. અહીંથી નર્મદાને સામે કિનારે કરનાળી અને ચાણોદ ગામ છે. નર્મદા નદીમાં નહાવાની મજા આવે એવું છે. નદીની રેતીમાં રસ્તો બનાવ્યો છે, એટલે ગાડી છેક પાણીની નજીક લઇ જઇ શકાય છે.નીલકંઠધામની નજીકમાં 2015માં 24 એકરમાં સહજાનંદ યુનિવર્સ નામનું સંકુલ બનાવવામાં આવું છે.અહીં ભારતીય સંસ્કૃતિને પ્રર્દિશત કરતું તીર્થધામ બનાવવામાં આવ્યું છે.આ ઉપરાંત સહજાનંદ યુનિવર્સમાં વિવિધ પ્રકારના આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે.અહીંનો આખો વિસ્તાર સાત ભાગમાં વહેંચેલો છે, ગેટ પણ ખાસ આકર્ષક છે.

દોઢ કરોડથી વધુ કિંમતની 152 ફૂટ ઉંચી સ્વામીનારાયણ ભગવાનની પ્રતિમા ખાસ આકર્ષણમાનું એક છે.દરરોજ 108 ગાયના દૂધથી અભિષેક કરાય છે, આ અભિષેક થયેલા ગાયના દૂધમાંથી છાસ બનાવી ગરીબ પ્રજાને મફત વિતરણ કરાય છે.અહીં હિન્દુ ધર્મના અલગ અલગ ભગવાનો તેમજ રામાયણ, મહાભારતના ધાર્મિક પ્રસંગોને આવરી લેતા રામ શ્યામ શિવ, ઘનશ્યામની 1100 મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે.

અમદાવાદથી પોઇચાનું અંતર 170 કિલોમીટર છે. પોઇચા પહોંચતા લગભગ 3 કલાક લાગે છે. વડોદરાથી પોઇચાનું અંતર 61 કિલોમીટર છે અને આ અંતર લગભગ સવા કલાકમાં કપાઇ જાય છે. રાજપીપળાથી પોઇચાનું અંતર લગભગ 14 કિલોમીટર છે.સૌથી નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે જે અહીંથી 62 કિલોમીટર દૂર છે. વડોદરાથી પોઇચા આવવા માટે બસ કે ખાનગી વાહન મળી જશે. અમદાવાદના ગીતા મંદિરથી પણ પોઇચા માટે બસ ઉપલબ્ધ છે. નજીકનું એરપોર્ટ વડોદરા છે. અમદાવાદ એરપોર્ટ પણ ઉતરી શકો છો. અમદાવાદ અને વડોદરાથી સરકારી બસ કે પ્રાઇવેટ વાહન દ્ધારા પોઇચા જઇ શકો છો.

અહીં જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા છે. ગરમા ગરમ નાસ્તા, આઇસ્ક્રીમ, કોલ્ડ ડ્રીંક્સની સાથે સાથે ગુજરાતી થાળી પણ જમી શકો છો.પોઇચાના મંદિરથી કેવડિયા કોલોની કે જ્યાં સરદાર પટેલની લોખંડની વિશાળ મૂર્તિ (સ્ટેચ્યુ ઓફ યૂનિટી) છે તે માત્ર 40 કિલોમીટર દૂર છે. સ્ટેચ્યુ ઓફ યૂનિટી ઉપરાંત અહીં સરદાર ડેમ, બોટનિકલ ગાર્ડન, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, ફેરી સર્વિસીઝ, એકતા ક્રૂઝ, ચિલ્ડ્રન પાર્કની મજા માણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *