નરાધમ બાપ: પત્નીના મોત બાદ દીકરીને પીંખી, બનાવી દીધી ગર્ભવતી

GUJARAT

રાજ્યમાં રોજ હચમચાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે વડોદરામાં પિતા જ હેવાન બન્યા છે. પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરીને સંબંધો લજવ્યા છે. પત્નીના મૃત્યુ પછી પુત્રીને વાસનાની શિકાર બનાવી હતી. દીકરી ગર્ભવતી થતા તેને તરછોડી દીધી હતી. આ અંગે હાલ પાણીગેટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર વડોદરામાં પિતાએ લોહીના સબંધો લજવ્યા છે. માતાના અવસાન બાદ પિતા સાથે રહેતી પુત્રી પિતાની કામવાસનાનો ભોગ બની છે. સગા નરાધમ બાપે 17 વર્ષિય દીકરી પર વારંવાર દુસ્કર્મ આચર્યું હતું અને દીકરીને ગર્ભવતી બનાવી હતી. દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતા નરાધમ બાપે દીકરીને ઘરેથી કાઢી મુકી હતી. આ સમગ્ર ઘટના અંગે સગીરાએ માસીના ઘરે જઇ આપવીતી સંભળાવી હતી.

જે બાદ કિશોરીની માસીએ સમગ્ર ઘટનાની પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.