નાના પાટેકર સંજય દત્તને કેમ છે આટલી નફરત? જાણો કારણ

BOLLYWOOD

પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલમાં જગ્યા બનાવનાર નાના પાટેકરનો આજે જન્મદિવસ છે. નાનાનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ થયો હતો. તેમનું સાચું નામ વિશ્વનાથ પાટેકર છે. નાના પાટેકરના ડાયલોગ લોકોમાં ખૂબ જ ફેમસ છે. નાનાના જીવનમાં ઘણી એવી બાબતો છે, જે મોટાભાગના લોકોને ખબર નહીં હોય. તો ચાલો તમને જણાવીએ. નાના પાટેકરનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તેણે 13 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું. શાળા પછી નાના 8 કિમી દૂર ચુના ભટ્ટી પાસે જતા અને ફિલ્મોના પોસ્ટરો દોરતા જેથી તેમને એક સમયની રોટલી મળી શકે.

નાના પાટેકર બેખૌફ પાત્ર માટે જાણીતા

નાના પાટેકરે વર્ષ 1978માં ફિલ્મ ‘ગમન’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ગીદ્દ, અંકુશ, પ્રહાર, પ્રતિઘાત જેવી ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડી છે. નાના પાટેકર અવારનવાર એવા પાત્રોમાં જોવા મળે છે જે બેખૌફ હોય છે. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી છે, તેણે હિન્દી, મરાઠી સહિત ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.

પાટેકર પત્નીથી અલગ રહે છે

નાના પાટેકર વાસ્તવિક જીવનમાં ખૂબ જ સામાન્ય માણસ છે. નાના પાટેકરને રસોઈનો ઘણો શોખ છે. તેણે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે એકટર કરતાં વધુ સારો રસોઈયો છે. નાના પાટેકરે થિયેટર કલાકાર નીલુ ઉર્ફે નીલકંતિ સાથે લગ્ન કર્યા છે. જો કે નાના પાટેકર પત્ની નીલુથી અલગ રહે છે.પરંતુ, તેઓએ છૂટાછેડા લીધા નથી. નાનાએ જે પણ ફિલ્મ કરી, તેના પર પોતાની મહોર લગાવી. આજે પણ લોકો ફિલ્મોમાં બોલાતા તેના ડાયલોગ તેની રીતે બોલવા માટે શરતો લગાવે છે અને તેના જેવી કુશળતા મેળવવાનો પ્રયાસ કરે છે. તેણે તેના અભિનય માટે ચાર ફિલ્મફેર અને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા છે. અત્યાર સુધી, નાના હિન્દી સિનેમામાં એકમાત્ર એવા અભિનેતા છે જેમણે મુખ્ય અભિનેતા, સહાયક અભિનેતા અને નકારાત્મક ભૂમિકા માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે.

સંજય દત્ત સાથે કામ નથી કરતા નાના

નાના પાટેકર પણ સંજય દત્ત સાથે કામ કરતા નથી. વાસ્તવમાં 12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ સિરિયલ બ્લાસ્ટમાં સંજય દત્ત દોષિત ઠર્યો હતો. આ ધડાકાએ નાના પાટેકર પાસેથી તેમનો ભાઈ છીનવી લીધો હતો. ત્યાર બાદ એક ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે કહ્યું હતું કે તેઓ સંજય દત્તને માફ કરી શકતા નથી. ઈન્ટરવ્યુમાં નાના પાટેકરે જણાવ્યું કે સંજય દત્ત ભલે 1993ના બોમ્બ વિસ્ફોટમાં તેની સજા ભોગવી ચૂક્યો હોય પરંતુ તે તેની સાથે કામ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *