નદીમાં સિક્કા નાખવા એ અંધશ્રદ્ધા નથી, જ્યોતિષશાસ્ત્રમાં છે આનો ઉલ્લેખ

DHARMIK

તમે જોયું હશે કે આપણે ક્યારેય નદીની નજીક જઈએ તો ઘણા લોકો નદીમાં સિક્કા નાખતા જોવા મળતા હોય છે. પણ ઘણાં લોકો આનું કારણ જાણતા નથી હોતા. તો આજે અમે તમને નદીમાં સિક્કો નાખવાના પૌરાણિક કારણ વિશે જણાવીશું.

આ પ્રથા પાછળની લોક વાયકા

ભારત પરંપરાઓનો દેશ છે. આપણી પાસે અહીં ઘણી ખાસ વસ્તુઓ કે બાબાતો છે જેના અર્થ અને તેની શરૂઆતના કારણો આપણે જાણતા નથી હોતા. તમે જોયું હશે કે આપણે ક્યારેય નદીની નજીક જઈએ તો ઘણા લોકો તેમાં સિક્કા નાખતા આપણને જોવા મળતા હોય છે. ઘણા લોકોનું એવું માનવું છે કે નદીમાં સિક્કા નાખવાથી તેમને અને તેમના પરિવારને સૌભાગ્ય મળે છે.

નદીમાં સિક્કા નાખવાનું આ ખાસ કારણ

આ રિવાજ પાછળ એક કારણ સંતાયેલુ છે. હકીકતમાં જે સમયે નદીમાં સિક્કા નાખવાની આ પ્રથા શરૂ થઈ હતી, તે સમયે તાંબાના સિક્કાનો ઉપયોગ થતો હતો. પાણી શુદ્ધિકરણ માટે તાંબાનો ઉપયોગ થાય છે. એટલા માટે જ્યારે પણ લોકો નદી કે કોઈપણ તળાવની આસપાસથી પસાર થતા ત્યારે તેમાં તાંબાનો સિક્કો મુકતા હતા.

જ્યોતિષશાસ્ત્રમાં આનો ઉલ્લેખ

જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો લોકો કોઈપણ પ્રકારની ખામી દૂર કરવા માંગતા હોય તો તેના માટે સિક્કા અને કેટલીક પૂજાને લગતી સામગ્રી પાણીમાં પ્રવાહિત કરવી જોઈએ. આ સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વહેતા પાણીમાં ચાંદીનો સિક્કો નાખવામાં આવે તો દોષનો અંત આવે છે.

Leave a Reply

Your email address will not be published.